જિયોના યૂઝર્સ માટે ખુશખબર, ટ્રાઈએ કંપનીની ફ્રી ઓફરને લઈને આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો, જાણો
સૂત્રોએ જણાવ્યું કે, ટીડીસેટમાં ગઇકાલે થયેલ સુનાવણી દરમિયાન ટ્રાઈના વકીલે કહ્યું કે, નિયામકે આ મુદ્દે પહેલેથી જ નિર્ણય કરી લીધો છે. ટીડીસેટે ટ્રાઈને પોતાના નિર્ણયની જાણકારી આપવા કહ્યું છે. આ મામલે હવે 6 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થશે.
સૂત્રોએ જણાવ્યું કે, ટ્રાઈએ ટેરિફ દરની સમીક્ષા કરી અને જાણવા મળ્યું કે, આ દર મિયન અને હાલના ટેરિફ દર પ્રમાણે જ છે. ઉલ્લેખનીય છે કે, એટર્ની જનરલે પણ હાલમાં જ ટ્રાઈને જણાવ્યું હતું કે, રિલાયન્સ જિયોના ટેરીફ દર યોજનાઓ હાલના નિયમો અને નિયામકના કોઈપણ આદેશનું ઉલ્લંઘન નથી કરતા માટે ટ્રાઇએ તેમાં કોઈ દખલ કરવી જોઈએ નહીં.
આ તમામ કંપનીઓએ રિલાયન્સ જિયોની તમામ સેવાઓની ફ્રી ઓફરને 90 દિવાસ બાદ પણ ચાલુ રાખવાને લઈને ફરિયાદ કરી હતી. જિયોએ ઓફરનો ગાળો 31 ડિસેમ્બર 2016 સુધીની હતી તેને આગળ વધારીને 31 માર્ચ 2017 સુધી કરી છે.
નવી દિલ્હીઃ ટેલીકોમ નિયામક ટ્રાઈએ કહ્યું કે, રિલાયન્સ જિયોના ટેરિફ પ્લાન તેના નિયમો અને હાલના ટેરિફ રેટ પ્રમાણે જ છે. સૂત્રો અનુસાર ટ્રાઈ આ અંગે ટૂંકમાં જ ભારતી એરટેલ, વોડાફોન અને આઈડિયા સેલ્યુલરને આ અંગે જાણકારી આપી શકે છે.