Jio ફોનની ડિલિવરી નવરાત્રિથી મળશે ગ્રાહકોને, જાણો શું છે કંપનીની યોજના
કંપનીએ જિયોફોન 24 ઓગસ્ટે શરૂ કર્યું હતું. પ્રી-બુકિંગ માટે રૂ.500 જમા કરાવવામાં આવ્યા હતા. જ્યારે 1000 રૂપિયા ફોન મળે ત્યારે ચુકવવાના છે. કંપની કહે છે કે રૂ. 1500ની રકમ ત્રણ વર્ષ પછી રીફન્ડેબલ છે. આમ આ ફોનની કિંમત શૂન્ય થાય છે.
ઉલ્લેખનીય છે કે ગઇ 21 જુલાઇએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ દર સપ્તાહ 50 લાખ ફોન માર્કેટમાં પહોંચાડવાનો વાયદો કર્યો હતો.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પ્રથમ ત્રણ દિવસમાં જ જિયોફોનનું બુકિંગ 60 લાખ થઇ ગયું છે. તે પછી પ્રી-બુકિંગ રોકી દેવામાં આવ્યું હતું. કંપનીએ અમને જણાવ્યું કે ફોનની ડિલિવરી 21 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિથી શરૂ થવાની સાથે થશે. જોકે રિલાયન્સ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
નવી દિલ્હીઃ જિઓફોન ખરીદવા માગતા લોકોને ઘણી મુશ્કેલીનો થઈ રહી છે. આ ફોનનુ બુકિંગ હાલમાં રોકી દેવામાં આવ્યું છે. ગ્રાહકો તરફથી મળતા સારા રિસ્પોન્સ બાદ બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે બુકિંગ કરાવનારાઓ માટે પણ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જિઓફોનની ડીલિવરી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની હતી જે હવે આગળ વધારવામાં આવી છે. હવે ડીલિવરી 25 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિથી શરૂ થશે.