રિલયાન્સ જિઓએ VoLTE ફીચર 'જિઓફોન' કર્યો લોન્ચ, 153 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા
કંપની આ ફોનની સાથે 1500 રૂપિયા સિક્યોરિટી તરીકે લેશે જે ત્રણ વર્ષ પછી રિફંડેબલ હશે. આમ આ ફોન તમને 0 રૂપિયામાં પડશે. જે 153 રૂપિયાના ટેરીફ સાથે આવશે. જિઓનો ફોનમાં ટીવી કેબલની સુવિધા પણ હશે. આ ફોનને કોઈપણ ટીવી સાથે કનેક્ટ કરીને ટીવી જોઈ શકાશે. જિઓફોનમાં ટીવી કેબલની સુવિધા માટે 309 રૂપિયા ચૂકવવા પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓના આ ફીચર ફોનમાં તમે અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકશો. જિઓ ફોન પર જિઓ ધન ધના ધન પ્લાન 150 રૂપિયામાં મળશે. જિઓ 153 રૂપિયામાં જિઓફોન ગ્રાહકોને અનલિમિટેડ ડેટાની સુવિધા આપશે. જિઓનો આ ફોન 22 ભાષાઓનો સપોર્ટ કરશે.
મુંબઈઃ રિલાયન્સ જિઓએ આજે વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીએ જિઓ ઇન્ફોકોમની અત્યાર સુધીની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતાં એ લોકોના આભાર માન્યો જે જિઓના ગ્રાહક છે. ત્યાર બાદ તેમણે જિઓ ફીચર ફોનની જાહેરાત કરી. રિલાયન્સ જિઓના આ ફોનને કહેવામાં આવ્યું કે આ ફોન વોઈસ કમાન્ડ ઉપર કામ કરશે એટલે કે તમે કીબોર્ડ પર પ્રેસ કર્યા વગર ઉપયોગ કરી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -