Reliance Jioએ 4G VoLTE ફીચર ફોનના ઉત્પાદન માટે Intexને બનાવી પાર્ટનર ઓગસ્ટમાં થશે લોન્ચ...
બ્રોકરેજ ફર્મ એચએસબીસીએ હાલમાં જ કહ્યું હતું કે, જિઓ પોતાના 4જી ફીચર ફોનને 500 રૂપિયામાં લોન્ચ કરી શેક છે. આ ફોનની કિંમત આટલી ઓછી રાખવા પાછળનો ઉદ્દેશ 2જી સબ્સક્રાઈબર્સને સીધા જ 4જીમાં અપગ્રેડ કરવાનો છે. જિઓ આ ફોનને 650થી 975 રૂપિયાની સબસિડી પર વેચશે. જિઓની નજર દેશના 40 કરોડ ફીચર ફોન યૂઝર્સ પર છે.
જિઓ જે 4G VoLTE ફીચર ફોન અનેક વેન્ડર્સ પાસે બનાવડાવી રહી છે, કેટલાક વેન્ડર્સ ચીનમાં પણ આ ફોનનું પ્રોડક્શન કરી રહ્યા છે. કંપની ટૂંકમાં જ પોતાના આ નવા 4G VoLTE ફીચર ફોનને લોન્ચ કરવાની જાહેરાત કરવાની છે. માર્કેન્ડેએ જણાવ્યું કે, આ ફોનની કિંમત જિઓ જ નક્કી કરશે.
ઇન્ટેક્સ ટેક્નોલોજીના ડાયરેક્ટર અને બિઝનેસ હેડ નિધી માર્કેન્ડેએ જણાવ્યું કે, બન્ને કંપનીઓ દ્વારા વિકસિત આ ફોનને ભારતમાં ઇન્ટેક્સ બનાવશે, જ્યારે તેની કિંમત જિઓ સબસિડીના આધાર પર નક્કી કરશે અને તેનું માર્કેટિંગ પણ જિઓ દ્વારા જ કરવામાં આવશે. ઇન્ટેક્સ આ બન્ને મામલે સામેલ નહીં હોય.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ ફરી એક વખત ભારતીય ટેલીકોમ ઉદ્યોગમાં ભૂકંપ લાવવાની તૈયારી કરી લીધી છે. રિલાયન્સ જિઓએ પોતાના 4G VoLTE ફીચર ફોન માટે ભારતીય ફોન નિર્માતા કંપની ઇન્ટેક્સની પોતાના વેન્ડર તરીકે નિમણૂક કરી છે. આ ફોન ઓગસ્ટમાં બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ હશે.