દિવાળી પહેલા Jio એ રજૂ કર્યુ ફેસ્ટિવ ગિફ્ટ કાર્ડ, જાણો શું છે ખાસ
નવી દિલ્હીઃ ટેલિકોમ દિગ્ગજ કંપની Jioએ જિયો ફોન ગિફ્ટ કાર્ડ રજૂ કર્યું છે. જે ગ્રાહકોએ મોન્સૂન હંગામા એક્સચેન્જ ઓફર અંતર્ગત ફર્સ્ટ જનરેશન સ્માર્ટ ફીચર ફોન ખરીદવા કે ગિફ્ટ કરવા માંગતા હોય તેમના માટે આ ઓફર છે. આ ગિફ્ટ કાર્ડની કિંમત 1095 રૂપિયા છે.
99 રૂપિયાના રિચાર્જ પેકમાં ગ્રાહકોને અનલિમિટેડ વોયલ કોલ્સ, રોજનો 500MB 4G ડેટા, 300 એસએમએસ અને 30 દિવસની વેલિડિટી સાથે જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. ગ્રાહકો 6 મહિના સુધી આ ઓફરનો લાભ ઉઠાવી શકશે. ઉપરાંત ગિફ્ટ કાર્ડની સાથે 6GBનું ફ્રી એક્સચેન્જ બોનસ ડેટા વાઉચર પણ મળશે.
ગેઝેટ્સ 360ના અહેવાલ મુજબ નવો જિયો ફોન ગિફ્ટ કાર્ડ અમેઝોન ઈન્ડિયાની વેબસાઇટ અને રિલાયન્સ ડિજિટલ ઓફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આ ફોન એક વાર ખરીદ્યા પછી પરત નહીં કરી શકાય કે તેનું રિફંડ પણ નહીં મળે. 1095 રૂપિયાવાળો Jio ફોન દિવાળી ગિફ્ટ તરીકે ઉતારવામાં આવ્યો છે.
જિયો ફોન મોન્સૂન હંગામા ઓફર અંતર્ગત ગ્રાહક 501 રૂપિયામાં તેનો જૂનો ફીચર ફોન આપીને નવો જિયોફોન ખરીદી શકે છે. બચેલા 594 રૂપિયા 6 મહિના સુધી 99 રૂપિયાના રિચાર્જ માટે કામ આવશે. જિયો ફોન ભારતમાં 1499 રૂપિયાની રિફન્ડેબલ સિક્યોરિટી ડિપોઝિટ સાથે ઉપલબ્ધ છે.