રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
કનેક્ટ થયા બાદ સ્માર્ટફોન્સ પર Jio 4G વોઇસ એપ દ્વારા એચડી વોઇસ અને વીડિયો કોલ્સ કરી શકાશે. આ ઉપરાંત તેમાં ALT3800 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તે FDD-Band 3, Band 5 અને TDD-Band 40ને સપોર્ટ કરે છ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂના જિયોફોઇને શેપ અંડાકાર હતો. જ્યારે નવા જિયોફોઇ મોડલને ગોળાકાર ડિઝાઇનવાળું બનાવવામાં આવ્યું છે. તેમાં પાવ ઓન, ઓફ અને WPS જેવા ફિઝિકલ બટન આપવામાં આવ્યા છે.
આ નવા JioFiમાં કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે. જેનાથી સ્ટોરેજને 64GB સુધી વધારી શકાશે. આ ડિવાઇસની બેટરી 3000mAhની છે. ઓરિજનલ JioFiને 2300mAhની બેટરી સાથે રજૂ કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ ભારતમાં તેના JioFi લાઇનઅપનું વિસ્તરણ કરીને નવું JioFi 4G LTE હોટસ્પોટ ડિવાઇસ લોન્ચ કર્યું છે. તેની કિંમત 999 રૂપિયા રાખવામાં આવી છે. આ નવા મોડલનું નામ JioFi JMR815 રાખવામાં આવ્યું છે. ગ્રાહક તેને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે. તેમાં એક વર્ષની વોરંટી ગ્રાહકોને આપવામાં આવશે.
આ ડિવાઇસમાં બેટરી, 4જી અને Wi-Fi સિગ્નલના નોટિફિકેશન લાઇટ્સ પણ આપવામાં આવી છે. આ ડિવાઇસમાં 32 યૂઝર્સ હાઇ-સ્પીડ ડેટા નેટવર્કથી કનેક્ટ કરી શકે છે. તેમાં એક યુએસબીથી 31 Wi-Fi કનેક્ટ થઈ શકશે.
કંપનીના દાવા મુજબ આ હોટસ્પોટ ડિવાઇસની ડાઉનલોડ સ્પીડ 50Mbps સુધી છે. ઉપરાંત અપલોડ પણ 50Mbps સુધીની છે. ગ્રાહકોને આકર્ષવા માટે આ ડિવાઇસને ‘ડિઝાઇન્ડ ઇન ઈન્ડિયા ટેગ’ નામ આપવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -