રિલાયન્સ Jioનો વધુ એક ધમાકો, દરરોજ આપશે ફ્રી ડેટા, જાણો વિગતે
એરટેલે તાજેતરમાં જ 149 રૂપિયાવાળુ પેક અડેટ કર્યું હતું. હવે આ પેકમાં તે 1 જીબીના બદલે 2 જીબી ડેટા ઓફર કરી રહી છે. ગ્રાહકોને આ પેકમાં 28 દિવસ માટે 56 જીબી ડેટા, અનલિમિટેડ કોલ, ફ્રી રોમિંગ અને 100 એસએમએસ દરરોજ મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત જિયોએ 300 રૂપિયાથી વધારે રકમના તમામ રીચાર્જ પર 100 રૂપિયાની છૂટ આપવાની પણ જાહેરાત કરી છે. 300 રૂપિયાથી ઓછી રકમના રીચાર્જ પર 20 ટકા છૂટ મળશે. આ છૂટ માયજિયો એપ અને ફોનપે વોલેટથી રિચાર્જ કરવા પર મળશે.
જિયોના 299 રૂપિયાના પેકમાં 3 જીબી ડેટા દરરોજ મળે છે. પરંતુ 1.5 જીબી વધારાના ડેટા સાથે કુલ 4.5 જીબી દરરોજ મળશે. 509 રૂપિયા, 799 રૂપિયાના પેકમાં પણ 1.5 જીબી ફ્રી ડેટા મળશે.
જિયોના 149 રૂપિયા, 349 રૂપિયા અને 449 રૂપિયાવાળા પેકમાં હવે પ્રતિદિન 1.5 જીબી ડેટાના બદલે કુલ 3 જીબી ડેટા મળશે. આ જ રીતે 198 રૂપિયા, 398 રૂપિયા, 448 રપિયા અને 498 રૂપિયાના પેકમાં અત્યાર સુધી દૈનિક 2જીબી ડેટા મળતો હતો, પરંત નવી ઓફર સાથે 1. જીબી ડેટા વધારાનો મળશે.
રિલાયન્સ જિયોએ એરટેલના પેકના જવાબમાં કહ્યું કે, હવે જિયોના ડેટા પેકમાં દરરોજ 1.5 જીબી વધારાના મળશે. એટલે કે જિયો યૂઝરને કોઈ પેકમાં 1.5 જીબી ડેટા પ્રતિદિન મળતો હશે તો હવે તેને 1.5 જીબી ફ્રી ડેટાની સાથે કુલ 3 જીબી ડેટા મળશે.
નવી દિલ્હીઃ જિયોએ ફરી એકવખત તેના ગ્રાહકો માટે લોભામણી ઓફર્સ રજૂ કરી છે. ભારતીય ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં સતત વધી રહેલું મોબાઈલ ટેરિફ વોર હાલ અટકવાનું નથી. ટેલિકોમ કંપનીઓની લડાઈમાં ગ્રાહકોને જોરદાર ફાયદો થઈ રહ્યો છે. રિલાયન્સ Jio ફરી એક વખત નવો પ્લાન લઈને વ્યું છે. નવા પેકની સાથે જિયોને હેતુ એરટેલના 149 રૂપિયાવાળા પેકને પડકાર આપવાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -