આ છે વિશ્વનો સૌથી નાનો 4G સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત
કંપનીએ જણાવ્યું કે આ ફોન ખાસ કરીને ચાલનારા, દોડનારા અને સાઈકલિંગ કરનારા લોકો માટે બનાવાયો છે, જેથી તમને ફોન સાથે રાખવામાં મુશ્કેલી ન આવે. ફોનની કિંમત 300 ડોલર એટલે કે 20,000 રૂપિયા રાખવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકનેક્ટિવિટી માટે ફોનમાં બ્લૂટૂથ વર્ઝન 4.2, વાઈફાઈ હોટસ્પોટ જેવા ફીચર્સ આપેલા છે. આ ફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો પર કામ કરે છે.
આ સ્માર્ટફોનમાં એનએફસી ફીચર સાથે ફીંગરપ્રિન્ટ સેન્સર આપેલું છે. તેની સ્ક્રીન પર ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેક્શન આપેલું છે. આ ફોન ડ્યૂઅલ સિમ સપોર્ટ કરે છે. બંને જ સિમ સ્લોટમાં 4જી નેટવર્ક સપોર્ટ કરે છે.
ફોટોગ્રાફી માટે ફોનમાં 16 મેગાપિક્લસનો રિયર કેમેરા અને 8 મેગાપિક્લસનો ફ્રંટ કેમેરા છે. તેમાં 4GB રેમ અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ આપેલી છે. ફોનમાં 2200 mAhની બેટરી આપી છે.
નવી દિલ્હીઃ હાલમાં જ ફ્લિપકાર્ટના સર્વેમાં ખુલાસો થયો હતો કે લોકો હવે માટા ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન વધારે ખરીદતા નથી ત્યારે અમેરિકાની એક કંપનીએ વિશ્વનો સૌથી નાનો 4જી સ્માર્ટફોન રજૂ કર્યો છે જેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. આ કંપનીનું નામ યૂનિહર્ટ્ઝ (Unihertz) છે અને સ્માર્ટફોનનું નામ યૂનિહર્ટ્ઝ એટમ (Unihertz Atom) છે. ખાસ વાત એ છે કે ફોન દ્વારા પાણીમાં પણ ફોટોગ્રાફી કરી શકાય છે, કારણ કે ફોન વોટર, ડસ્ટ અને શોકપ્રૂફ છે. તેના માટે તેને IP68 રેટિંગ મળ્યું છે.
આ ફોનની ડિઝાઈન અલ્ટ્રા પોર્ટેબલ છે. તેની લંબાઈ 3.7 ઈંચની છે. આ ફોન, ડસ્ટ, વોટર, અને શોકપ્રૂફ છે જેને કારણે તેને IP68 રેટિંગ મળ્યું છે. તેમાં 2.4 ઈંચની ડિસ્પલે આપેલી છે, જે 240×432 પિક્સલ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. આ ફોન 2 ગીગાહર્ટઝ ઓક્ટા-કોર પ્રોસેસર સાથે છે. આ એપ્સને જલ્દી ઓપન કરવામાં સક્ષમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -