રિલાયન્સ જિયો ટૂંક સમયમાં શરૂ કરશે DTH સર્વિસ, જાણો કેટલા રૂપિયાથી શરૂ થશે પ્લાન
JioHomeTV કંપનીની ડીટીએચ સર્વિસનું રિપ્લેસમેન્ટ છે કે કંપનીની નવી સર્વિસ છે તે અંગે રિલાયન્સ જિયો તરફથી હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
રિપોર્ટ્સ પ્રમાણે રિલાયન્સ થોડા સપ્તાહોમાં જ બ્રોડકાસ્ટ સર્વિસ યૂઝર્સ માટે લાઇવ કરશે.
ટોલિકોમ ટોકના રિપોર્ટ પ્રમાણે JioHomeTVમાં યૂઝર્સને 200 એસડી (સ્ટાન્ડર્ડ ડેફિનેશન) અને એચડી (હાઈ ડેફિનેશન) ચેનલ આપવામાં આવશે. તેની કિંમત 400 રૂપિયાથી શરૂ થશે. આ પ્લાન ઓફિશિયલ MyJio એપમાં લિસ્ટ કરવામાં આવ્યો છે.
JioHomeTV એક એનહેન્સ મલ્ટીમીડિયા બ્રોડકાસ્ટ મલ્ટીકાસ્ટ eMBMS સર્વિસ હશે. આ એક હાઇબ્રિડ ટેક્નલોજી છે, જેનો ઉપયોગ અનેક ટીવી ચેનલ કરે છે.
નવી દિલ્હીઃ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં તરખાટ મચાવ્યા બાદ રિલાયન્સ જિયો બ્રોડબેન્ડ સર્વિસ અને ડાયરેક્ટ ટૂ હોમ સર્વિસ પર કામ કરી રહ્યું છે અને તેને લઇ અનેક સમાચાર સામે આવી ચૂક્યા છે. રિલાયન્સ જિયો ટૂંક સમયમાં જ તેની નવી સર્વિસ શરૂ કરવાની છે અને તેનું નામ JioHomeTV હશે.