WhatsApp લાવ્યું નવું ફિચર, હવે ડિલીટ ફાઇલ્સને ફરીથી કરી શકાશે ડાઉનલૉડ, જાણો પ્રૉસેસ
નોંધનીય છે કે, ફેસબુક ડેટા લીક વિવાદની વચ્ચે વૉટ્સએપ પર યૂઝરની સિક્યૉરિટીને લઇને પ્રશ્નો ઉભા થઇ રહ્યાં હતાં. જેના જવાબમાં વૉટ્સએપે જણાવ્યું કે, એપ યૂઝરનો ખુબ ઓછો ડેટા એક્સેસ કરે છે અને બધો ડેટા એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ હોય છે.
ફાઇલ્સને સર્વર પર મુક્યા છતાં એપ સિક્યૉરિટીનું પુરેપુરો ધ્યાન રાખશે અને આ ફાઇલ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ હશે.
વૉટ્સએપ અપડેટને લઇને માહિતી આપનારી વેબસાઇટ WABetaInfoના રિપોર્ટ અનુસાર આ ફિચર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે અવેલેબલ છે. આ પહેલા એન્ડ્રોઇડ યૂઝર્સ વૉટ્સએપ પરથી 30 દિવસ જુનો ડેટા ડાઉનલૉડ કરી શકતા હતા. સાથે એકવાર જો મેસેજ રિસીવરે આ ફાઇલ ડાઉનલૉડ કરી લીધી છે તે આ ઓટોમેટિકલી જ સર્વરમાંથી ડિલીટ જતી હતી, પણ હવે વૉટ્સએપ પર મીડિયા ફાઇલ્સ ડાઉનલૉડ થયા પછી પણ અવેલેબલ રહેશે.
જેનો અર્થ છે કે, જો યૂઝર્સે કોઇ ફોટો, GIFs, વીડિયો, ઓડિયો કે પછી ડૉક્યૂમેન્ટ ફાઇલ સ્માર્ટફોનના ઇન્ટરનેલ સ્ટૉરેજમાંથી ડિલીટ કરી દીધી છે તો વૉટ્સએપ તેને પોતાના સર્વરની મદદથી ફરીથી ડાઉનલૉડ કરવાની સુવિધા આપશે.
નવી દિલ્હીઃ વૉટ્સએપ પોતાના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નવુ ફિચર લઇને આવ્યું છે, આ નવું ફિચર યૂઝર્સને સૌથી મોટી સમસ્યાનું સમાધાન કરશે. યૂઝર્સ તે મીડિયા ફાઇલ્સને ફરીથી ડાઉનલૉડ કરી શકશે જે તેમના સ્માર્ટફોનમાંથી ડિલીટ થઇ ચૂકી છે.