WhatsApp યૂઝર્સ માટે આવ્યા નવા ફીચર્સ, જાણો
તમને જણાવીએ કે વ્હોટ્સએપ પર જીઆઈએફ આ પહેલા મીડિયા અટેચમેન્ટ દ્વારા જ મોકલી શકાતું હતું પરંતુ હવે જીઆઈએફ સર્ચના ફીચરથી જીઆઈએફનો ઉપયોગ યૂઝર્સ માટે ખૂબ જ સરળ થઈ જશે.
ઉપરાંત ઇમેજ શેરિંગને પણ અપડેટ કરવામાં આવ્યું છે. હવે એકસાથે 10ની જગ્યાએ 30 તસવીર શેર કરી શકાશે. આ ફીચરથી યૂઝર્સને મોટી રાહત મળશે અને બલ્ક (એક સાથે વધારે) તસવીર શેર કરવાનું ખૂબ જ સરળ થઈ જશે.
નવી દિલ્હીઃ ઇન્સટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપને વિતેલા વર્ષે નવેમ્બરમાં જીઆઈએફ સપોર્ટ ફીચરની શરૂઆત કરી હતી. હવે વ્હોટ્સએપે જીઆઈએફને લઈને નવું ફીચર રજૂ કર્યું છે. એન્ડ્રોઈડ બીટા વર્ઝન યૂઝર હવે જીઆઈએફને સર્ચ કરી શકશે. સાથે જ તેના માટે મીડિયા મોકલવાની મર્યાદા 10થી વધારીને 30 કરી દીધી છે.
વ્હોટ્સએપનું બીટા એન્ડ્રોઈડ 2.17.6 વર્ઝનનો ઉપયોગ કરી રહેલ યૂઝર્સને આ ફીચર મળશે. આશા છે કે ટૂંકમાં જ ઓફિશિયલ એપ યૂઝર્સને પણ આ અપડેટ મળવા લાગશે. જીઆઈએફ ઇમેજ સર્ચનો ઓપ્શન યૂઝર્સને ઈમોજી પર ક્લિક કરવાથી મળશે. તેની મદદથી તમે મનપસંદ જીઆઈએફ ચેટમાં ઉપયોગ કરી શકો છો. મેસેન્જર યૂઝર્સ આ ફીચરનો પહેલાથી જ ઉપયોગ કરી રહ્યા છે.