WhatsApp બાદ હવે Instagramના ફાઉન્ડર્સ છોડી રહ્યા છે Facebook
સિસ્ટ્રોમ અને ફ્રીગર 2010માં પહેલીવાર મળ્યા હતા. સિસ્ટ્રોમના બનાવવામાં આવેલા એક સોફ્ટવેર પ્રોજેક્ટને બંનેએ ભેગા કરીને ઈંસ્ટાગ્રામમાં કન્વર્ટ કરી દીધો હતો. ફેસબુક છોડ્યા પછી બંને કોઈ નવા પ્રોજેક્ટ માટે કામ કરશે. સિસ્ટ્રોમ અને ફ્રીગરની કંપની છોડવાની વાતથી હવે ઈંસ્ટાગ્રામના ભવિષ્ય સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણકે ફેસબુક પહેલાં જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ડેટા લીક મામલે કંપનીનું નામ ખરાબ થયું છે અને યુઝર્સની સંખ્યા ઘટી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસબુકે 2012માં 100 કરોડ ડોલર (હાલની કિંમત પ્રમાણે 7200 કરોડ)માં ઈંસ્ટાગ્રામ ખરીદ્યું હતું. છ વર્ષ પહેલાં ઈંસ્ટાગ્રામના માત્ર 3 કરોડ યુઝર્સ હતા. હવે આ સંખ્યા 100 કરોડને પાર થઈ ગઈ છે. ફેસબુકની આવકનો મોટો હિસ્સો ઈંસ્ટાગ્રામ પરથી આવે છે.
5 મહિના પહેલાં વોટ્સએપના સીઈઓ અને કો-ફાઉન્ડર અને ફેસબુકના બોર્ડ મેમ્બર જોન-કોમે કંપની છોડી દીધી છે. તેમણે પણ ફેસબુક સાથેના વિવાદોના કારણે રાજીનામું આપી દીધું છે. તેઓ ફેસબુકની ડેટા પોલિસીથી નારાજ હતાં. ફેસબુકે 2014માં વોટ્સએપને ખરીદ્યું હતું.
નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામના ફાઉન્ડર અને કો-ફાઉન્ડર કંપની છોડી રહ્યા છે. તસવીર અને વીડિયો શેરિંગ શોસિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામની શરૂઆત 8 વર્ષ પહેલા કેવિન સિસ્ટ્રોમ અને માઈક ક્રેગરે કરી હતી. બે વર્ષ બાદ જ તેમણે ઇન્સ્ટાગ્રામ ફેસબુકને વેચી દીધી અને ત્યારથી અત્યાર સુધી બન્ને ફેસબુકમાં રહીને ઇન્સ્ટાગ્રામની જવાબદારી સંભાળી રહ્યા હતા. હાલમાં આ બન્નેએ કંપની છોડવાનું કોઈ કારણ જણાવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પેરેન્ટ કંપની ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ સાથે વિવાદોના કારણે બંનેએ આ નિર્ણય લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -