વૉટ્સએપમાં હવે આવી રહ્યાં છે આ 3 શાનદાર ફિચર્સ, જાણો કઇ રીતે કરાશે યૂઝ
સ્ટીકરઃ વૉટ્સએપ પોતાના યૂઝર્સ માટે ફેસબુકની જેમ સ્ટીકર લાવવા જઇ રહ્યું છે, યૂઝર્સને ચેટમાં આનો ઓપ્શન મળશે.
ગ્રુપ ડિસ્ક્રિપ્શનઃ વૉટ્સએપે વિન્ડોઝ અને એન્ડ્રોઇડના બીટા વર્ઝન માટે નવું અપડેટ લૉન્ચ કર્યું છે, આ નવા અપડેટમાં યૂઝર્સ માટે 'ગ્રુપ ડિસ્ક્રિપ્શન' ફિચર્સને એડ કરવામાં આવ્યું છે. આ ફિચર્સની મદદથી હવે ગ્રુપમાં જોડાયેલો કોઇપણ વ્યક્તિ ગ્રુપનું ડિસ્ક્રિપ્શન એડ કરી શકે છે. આ નવા ફિચર્સ અનુસાર, 500 શબ્દોમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શન એડ કરી શકાય છે. ટુંકસમયમાં આ ફિચર્સ બધા માટે લૉન્ચ કરી દેવામાં આવશે.
નવી દિલ્હીઃ વૉટ્સએપ પોતાના યૂઝર્સને સમયાંતરે નવા નવા ફિચર્સ આપતું રહે છે, નવા અપડેટ્સથી યૂઝરને અનેક ફેસિલિટી મળતી રહે છે. હવે આ કડીમાં વધુ ત્રણ નવા ફિચર્સ એડ થવા જઇ રહ્યાં છે, એટલે વૉટ્સએપના બીટા વર્ઝનમાં આ ફિચર્સ પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ટુંકસમયમાં બધા યૂઝર્સ માટે આ પ્રૉવાઇડ પણ થઇ જશે. અહીં આ ત્રણેય ફિચર્સ વિશે બતાવવામાં આવ્યું છે.
ગ્રુપ કૉલિંગઃ વૉટ્સએપ કૉલિંગ (વૉઇસ અને વીડિયો)માં ગ્રુપ કૉલિંગ ના હોવાથી યૂઝર્સ પરેશાન રહે છે. હવે વૉટ્સએપ ટુંકસમયમાં જ ગ્રુપ કૉલિંગનું ફિચર લાવવા જઇ રહ્યું છે, જે વૉઇસ અને વીડિયો કૉલિંગ બન્ને માટે હશે.