Jioની 'ધન ધના ધન ઓફર' આવ્યા બાદ jioની અન્ય સેવામાં આટલા ફેરફાર થયા, જાણો
જિઓની સમર સરપ્રાઈઝ ઓફરની જેમ જ ધન ધના ધન ઓફરમાં પણ યૂઝર્સને દરરોજનો 1જીબી ઇન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ કોલિંગના મજા મળતી રહેશે.
જે યૂઝર્સે જિઓની પ્રાઈમ મેમ્બરશિપ પહેલા લઈ લીધી હતી અને સાથે જ 303 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું તેને ફ્રી ડેટાનો લાભ 30 જૂન સુધી મળતો રહેશે.
જિઓની નવી ઓફરમાં યૂઝર્સ માટે 15 એપ્રિલ સુધી પ્રથમ રીચાર્જ કરાવવાની કોઈ તારીખ નક્કી નથી. હવે જિઓ યૂઝર્સ 408 અને 608 રૂપિયાનું રીચાર્જ કરાવીને ધન ધના ધન ઓફરનો લાભ લઈ શકે છે.
પોતાની ધન ધના ધન ઓફરની સાથે જિઓએ પોતાના 999નો પ્લાન વેબસાઈટ પર હટાવી દીધો છે. આ પ્લાનમાં યૂઝર્સ કોઈપણ મર્યાદા વગર ડેટાનો ઉપયોગ કરી શકતા હતા.
15 એપ્રિલ બાદથી રિલાયન્સ જિઓ પર મળતી તમામ ફ્રી સેવા બંધ થઈ જશે. ટ્રાઈના આદેશ બાદ જિઓએ પોતાની સમર સરપ્રાઈઝ ઓફર પરત લઈ લીધી છે. જિઓએ હાલમાં જ પોતાની નવી ઓફર ધન ધના ધન શરૂ કરી છે. આ ઓફરની સાથે જ જિઓ પોતાના હાલના પ્લાનમાં થોડા ફેરફાર પણ કર્યા છે. આજે મે તમને જિઓની એ તમામ વાત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ફેરફાર થયા છે. સાથે જ અમે તમને એ વાત વિશે પણ જણાવીશું જેમાં કોઈ ફેરફાર નથી થયો.