Xiaomiના Redmi Note 4ની 12 કલાકે થશે ફ્લેશ SALE, આ વખતે મળશે 2GBવાળો સ્માર્ટફોન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોનના ડાઈમેંશન 151x76x8.35 મિલીમીટર અને વજન 175 ગ્રામ છે. ફોનમાં 4100 એમએએચની બેટરી છે. આ ફોન એન્ડ્રોઈડ માર્શમૈલો આધારિત મીયૂઆઈ 8 પર ચાલે છે.
તેના રિયર કેમેરાનો સેન્સર 13 મેગાપિક્સલ છે જે એફ/2..0 અપર્ચર, ડ્યુઅલ ટોન એલઈડી ફ્લશ અને પીડીએએફથી સજ્જ છે. સેલ્ફીના શોખીનો માટે અપર્ચર એફ/2.0, 85 ડિગ્રી વાઈડ એન્ગલની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોન ફિન્ગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સરની સાથે આવે છે.
શ્યાઓમી રેડમી નોટ 4 ફોનમાં 5.5 ઇંચ (1920 x 1080 પિક્સલ) ફુલ એચડી 2.5ડી કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં સ્નેપડ્રેગન 625 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 506 જીપીયૂ છે. ફોનમાં હાઈબ્રિડ સિમ સ્લોટ છે, એટલે કે બીજું સિમ સ્લોટ એસડી કાર્ડ સ્લોટની ભૂમિકા પણ ભજવશે. યૂઝર 128 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકશે.
કંપનીએ ભારતમાં રેડમી નોટ 4ના ત્રણ વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. વેરિઅન્ટ રેમ અને સ્ટોરેજ પર આધારિત છે. 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. જ્યારે 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે.
આ વર્ઝનની ખાસિયત એ છે કે રેડમી નોટ 4નું આ સૌથી સસ્તું અને બેસિક વર્ઝન છે. તમને જણાવીએ કે, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનેલ રેડમી નોટ 4ને શ્યાઓમીએ ભારતમાં ગોલ્ડ, ગ્રે અને સિલ્વર કલરમાં લોન્ચ કર્યો છે. Xiaomiની ઓફિશિયલ વેબસાઈટ પર આજે 12 કલાકે ફ્લેશ સેલ થશે.
નવી દિલ્હીઃ જો તને પાછળા સમયે તમારો Redmi Note 4 લેવાનું ચૂકી ગયા હોય તો આજે ફરીથી તમારી પાસે તક છે. ચીનની કંપની Xiaomiએ નવા સ્માર્ટફોન Redmi Note 4નું આજે ફરી ફ્લેશ સેલ થવા જઈ રહ્યું છે. કંપની આ સેલમાં પ્રથમ વખત Redmi Note 4ના 2 GB વર્ઝનનું વેચાણ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -