સેમસંગ ગેલેક્સી J7 પ્રાઈમ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
ગેલેક્સી જે7 પ્રાઈમમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલનો છે. ઇનબિલ્ટ સ્ટોરેજ 16 જીબી છે જે જરૂરત પડ્યે 256 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરીને વધારી શકાય છે. સેમસંગ જે સીરઝનો આ સ્માર્ટફોન 4જી એલટીઈ, વાઈફાઈ, જીપીએસ/એ-જીપીએસ, બ્લૂટુથ વી4.1, માઈક્રો-યૂએસબી અને 3.5 એમએમ ઓડિયો જેક કનેક્ટિવિટી ફીચર સાથે આવશે. તેમાં 3300 એમએચની બેટરી આપવામાં આવી છે અને ડાઈમેંશન 151.5x74.9x8.1 એમએમ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેમસંગ ગેલેક્સી જે7 પ્રાઈમ સ્માર્ટફોન ગેલેક્સી જે7 (2016)નું અપગ્રેટેડ વર્ઝન છે. તેમાં હોમ બટન પર ફિંગર પ્રિન્ટ સેન્સર ઇન્ટિગ્રેટેડ છે. અન્ય ફેરફારમાં એચડી ડિસ્પ્લેની જગ્યાએ ફુલ એચડી ડિસ્પ્લે, રેમ 2ની જગ્યાએ 3 જીબી મળશે, સ્ટોરેજ 16ની જગ્યાએ 32 જીબી મળશે. અને વધારે રિઝોલ્યુશનવાળો ફ્રન્ટ કેમેરો (5ની જગ્યાએ 8 મેગાપિક્સલ) મળશે. ગેલેક્સી જે7 પ્રાઈમના અન્ય સ્પેસિફિકેશન લગભગ ગેલેક્સી જે7 જેવા જ છે. ડ્યુઅલ સિમવાળા ગેલેક્સી જે7 પ્રાઈમમાં એન્ડ્રોઈડ 6.0.1 માર્શમૈલો હશે. સ્માર્ટફોનમાં 5.5 ઇંચનું ફુલ એચડી (1080x1920 પિક્સલ) આઈપીએસ ડિસ્પ્લે છે જેના ઉપર 2.5ડી કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 4નું પ્રોટેક્શન હશે. આ 1.6 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર પ્રોસેસરની સાથે 3 જીબી રેમથી સજ્જ હશે.
આ સ્માર્ટપોન એસ પાવર પ્લાનિગં અને એસ સિક્યોર ફીચર સાથે આવશે. એસ પાવર પ્લાનિંગ ફીચર બેટરીની લાઈફ વધારવાનું કામ કરશે. તેમાં ફોન કોલ માટે હંમેશા રિઝર્વ બેટરી ઉપલબ્ધ હસે અને બેટરી ખતમ થવાની સ્થિતિમાં ફોન કોલ આપોઆપ ફોરવર્ડ થઈ જશે.
દક્ષિણ કોરિયાની ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે ભારતમાં પોતાના ગેલેક્સી સીરીઝનો નવો સ્માર્ટપોન ગેલેક્સી જે7 પ્રાઈમ લોન્ચ કર્યો છે. સેમસંગ જે7 પ્રાઈમની કિંમત 18790 રૂપિયા છે. કંપનીએ ગેલેક્સી જે7 પ્રાઈમની સાથે નવા સેમસંગ ગેલેક્સી જે5 પ્રાઈમ સ્માર્ટફોનને પણ લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી જે5 પ્રાઈમની કિંમત 14790 રપિયા છે અને તે સપ્ટેમ્બરના અંત સુધીમાં બજારમાં આવી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -