UC Browser પર ભારતીઓના ડેટા ચીન મોકલવાનો આરોપ, સરકારે શરૂ કરી તપાસ
કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં થયેલી બેઠકબાદ મોબાઈલ બનાવનાર કંપનિઓને નોટિસ મોકલી છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે, તેઓએ ડેટા લીકથી લઈને સાયબર સુરક્ષા માટે ફોનમાં શું વ્યવસ્થા કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ચીનમાં બનેલા સ્માર્ટફોન બાદ ત્યાંની કંપનીઓમાં બનેલા એપ પર કેન્દ્ર સરકારે ધ્યાન ખેચ્યું છે. હૈદરાબાદની એક સરાકારી લેબ દ્વારા આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે, ચીની કંપની અલીબાબાની માલિકીવાળા યૂઝી બ્રાઉઝર એપ (UC Browser) ભારતના ડેટા લીક કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, યૂસી બ્રાઉઝરના યૂઝર્સના નંબર સહિત અન્ય માહિતી ચીનમાં મોકલાય છે. આરોપ છે કે, UC મુખ્ય રૂપથી ભારતીય યૂઝરના IMSI (આંતરરાષ્ટ્રીય મોબાઈલ ગ્રાહક ઓળખ) અને IMEI (આંતરરાષ્ટ્રીય મોબાઈલ ઉપકરણ ઓળખ) ચીનમા સ્થિત સર્વરને મોકલે છે.
હૈદરાબાદ સ્થિત સી-ડેકની લેબ દ્વારા તપાસ રિપોર્ટ પ્રમાણે યૂસી બ્રાઉઝર ભારતીયોના ડેટાને લીક કરી રહ્યું છે. તો સરકાર આ એપ વિરુદ્ધ કડક પગલા લઈ શકે છે. આરોપ છે કે, યૂસી બ્રાઉઝરના ચીની વર્ઝનથી ડેટા લીક થાય છે.
યૂસી બ્રાઉઝરને મોબાઈલમાં ચાલુ કરવાની સાથે જ વાઈ-ફાઈની માહીતી અને નેટવર્ક ઈન્ફોર્મેશન ચીનમાં આવેલા સર્વરમાં પહોંચી જાય છે. સૂત્રોનું કહેવું છે કે, UC Browser ભારતના 50 ટકા બ્રાઉઝર બજાર પર કબજો છે. 2015માં મે મહિનામાં ટોરંટો વિશ્વવિધ્યાલયે પ્રથમ વખત યૂસી બ્રાઉઝરની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા.
ગત વર્ષના એક અધ્યયન અનુસાર ગૂગલ ક્રોમ દુનિયામાં સૌથી વધુ પ્રયોગ કરનાર મોબાઈલ બ્રાઉઝર છે પણ, એશિયાના ત્રણ મોટી આબાદીવાળા દેશ ભારત, ચીન અને ઈન્ડોનેશિયામાં અલીબાબા સમૂહની કંપનીનો યૂસી બ્રાઉઝર ભારતમાં સૌથી વધુ વાપરવામાં આવતું મોબાઈલ બ્રાઉઝર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -