Jio પહેલા આ દિગ્ગજ કંપનીએ લોન્ચ કરી બ્રોડબેન્ડ સર્વિસ, 100mbps સ્પીડનો દાવો
ત્રણ મહિનાવાળા પ્લાનમાં તમને 5,10, 30, 50 અને 100mbps સ્પીડવાળા પ્લાન મળશે. જેની કિંમત ક્રમશ, 2997, 3450, 4500, 5400 અને 7500 રૂપિયા હશે. આ ઉપરાંત 12 મહિનાવાળા પ્લાનમાં તમને 5, 10, 30, 50 અને 100mbps સ્પીડવાળો પ્લાન મળશે. જેની કિંમત ક્રમશઃ 11,988, 13,800, 21,000 અને 30,000 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી પ્રમાણે ટાટા સ્કાય બ્રોડબેન્ડ 1 મહિનો, 3 મહિના, 5 મહિના, 9 મહિના અને 11 મહિનાની વેલિડિટી વાળા પ્લાન્સ લઇને આવશે. એક મહિનાની વેલિડિટી વાળા પ્લાનની કિંમત 999 રૂપિયા હશે, જેમાં 5mbps સ્પીડ મળશે. પરંતુ ડેટા ખતમ થવા પર સ્પીડ 1mbps રહી જશે. આ ઉપરાંત કંપની 10mbps, 30mbps અને 50mbps સ્પીડવાળો પ્લાન પણ લઇને આવી રહી છે. આ પ્લાન્સ અનલિમિટેડ અને લિમિટેડ ડેટા પ્લાન્સ સાથે આવશે.
એક મહિનાના પ્લાનમાં ગ્રાહકોને 5, 10, 30, 50 અને100mbps સ્પીડવાળો પ્લાન મળશે. જેની કિંમત ક્રમશઃ 2,999 રૂપિયા, 3450 રૂપિયા, 4500 રૂપિયા, 5400 રૂપિયા અને 7500 રૂપિયા હોઈ શકે છે. આ દરેક પ્લાન અનલિમિટેડ ડેટા સાથે આવશે. આ પ્લાન સાથે વાઇફાઇ રાઉટર મફત મળશે જોકે, 1200 રૂપિયા ઇન્સ્ટોલેશન ચાર્જ આપવાનો રહેશે. જો લિમિટેડ ડેટાની વાત કરીએ તો 60 જીબી ડેટા પ્લાનની કિંમત 999 રૂપિયા જ્યારે 125 જીબી ડેટા પ્લાનની કિંમત 1,250 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ ગીગાફાઈબર લોન્ચ થયા બાદથી ટેલિકોમ કંપનીઓએ બ્રોડબેન્ડ સેક્ટરમાં પણ પ્રાઈસ વોરમાં ઝંપલાવ્યું છે. ટેલિકોમ કંપની ઉપરાંત હવે ડીટીએચ ટાટા સ્કાય જિઓ ગીગાફાઈબરને પડકાર આપવા માટે પોતાની બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ કરવા જઈ રહી છે. હાલમાં કંપની 12 શહેરમાં આ સેવા શરૂ કરશે. જેમાં મુંબઈ, દિલ્હી, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, નોયડા, પુણે, ભોપાલ, ચેન્નઈ, બેંગલુરુ, અમદાવાદ, ઠાણે અને મીરા-ભાયંદર સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -