iPhone Xથી પણ મોટી સાઇઝનો હશે Samsungનો આ લેટેસ્ટ ફોન, જાણો ફીચર્સ
બેક પેનલની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ફોનની ડાબી બાજુએ ફિંગરપ્રિન્ટ રીડરને બદલે ડ્યુઅલ-લેન્સ કેમરા હોઈ શકે છે. કંપનીનો ફ્લેગશિપ ફોન ગેલેક્સી S9 બે મહિના પહેલાં જ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોનના સંભવિત સ્પેસિફિકેશન્સમાં 12 મેગાપિક્સલ કેમેરા, ફાસ્ટર, હાઈ એન્ડ પ્રોસેસર અને કિનારા સુધી સ્ક્રીન હશે. તેની ફ્રન્ટ સ્ક્રીન એકદમ ફ્લેટ હશે, જે તેની પરંપરાગત કર્વ્ડ ડિસ્પ્લેથી અલગ હશે.
મીડિયા અહેવાલ અનુસાર ફોનમાં 5.8 ઇંચનો સ્ક્રીન હશે, પરંતુ હવે એવું લાગે છે કે, તે એક વધારે મોટું ‘Super AMOLED’ ડિસ્પ્લે હશે. જોકે સેમસંગે હજી સુધી તેના આ અનામી ડિવાઇસની કિંમત વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.
જોકે હજી સુધી એ અસ્પષ્ટ છે કે, સેમસંગના આ રહસ્યમય ડિવાઇસનું નામ શું છે અને તે ક્યારે લૉન્ચ થશે, પણ Ice Universeના જણાવ્યા મુજબ તે S9નું નવું વર્જન હોઈ શકે છે. આ એ જ કંપની છે, જેણે S8, Note 8 અને S9 વિશે પણ આગાહી કરી હતી. સેમસંગ તેના ગેલેક્સી S9ના નવા અવતારને લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
કંપનીના આ નવા સ્માર્ટફોનની કેટલીક તસવીરો લીક થઈ છે, જેના પરથી એવું કહેવાય છે કે, તે એપલના iPhone Xથી ડઝલ સાઇઝનો હશે. તસવીરો પરથી એવું કહેવાય છે કે, તેનો આ નવો ફોન ગેલેક્સી S9નું એપડેટ વર્જન હોઈ શકે છે. તેમાં 6.3 ઇંચનો સુપર AMOLED સ્ક્રીન હશે, જ્યારે iPhone Xમાં 5.8 ઇંચનો સ્ક્રીન છે અને S9+માં 6.2 ઇંચનો સ્ક્રીન છે.
નવી દિલ્હીઃ સેમસંગ Galaxy S9 અને Galaxy S9+ કંપનીના લેટેસ્ટ ફ્લેગશિપ હેન્ડસેટ છે, જેને મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં આ વર્ષે રજૂ કરવામાં આવ્યા હતા. તેના લોન્ય થયાના બીજા જ દિવસે Galaxy S9 Miniને ઓનલાઈન સ્પોટ કરવામાં આવ્યો હતો. હવે નવા અહેવાલ સામે આવ્યા છે કે સાઉથ કોરિયાની કંપની Galaxy S9 Active આગામી સપ્તાહે રજૂ કરી શકે છે. કહેવાય છે કે Galaxy S9 Active ને Galaxy S9 સીરીઝનું એક વધારે ટકાઉ વર્ઝન હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -