સેમસંગ Galaxy S9 અને S9+ લૉન્ચ, iPhone Xથી પણ પાવરફૂલ છે આ ફિચર્સ
જ્યા સુધી કિંમતની વાત છે તો Samsung Galaxy S9ની કિંમત અમેરિકા માટે $719.99 (લગભગ 46,600 રૂપિયા) અને Samsung Galaxy S9+ $839.99 (લગભગ 54,400 રૂપિયા) રાખવામાં આવી છે. આશા છે કે ભારતમાં આ સ્માર્ટફોનને આ જ કિંમતે લૉન્ચ કરવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યારે, ઇચ્છુક ગ્રાહક કંપનીની વેબસાઇટ પરથી આ સ્માર્ટફોન્સ માટે 2 હજાર રૂપિયા આપીને પ્રી-બુકિંગ કરી શકે છે. પ્રી-બુકિંગ તમને આ વાતની ગેરંટી આપે છે કે સૌથી પહેલા આ સ્માર્ટફોન તમારી પાસે પહોંચી જશે.
કંપની 2 માર્ચથી કેટલાક દેશોમાં આ ફોનનું પ્રી-ઓર્ડર લેવાનું પણ શરૂ કરી દેશે. અત્યારે ભારતમાં Galaxy S9 માટે પ્રી-બુકિંગ શરૂ કરવામાં આવી છે, જ્યાં સુધી લૉન્ચિંગની વાત છે ત્યાં સિલેક્ટેડ માર્કેટમાં Galaxy S9 અને Galaxy S9+ ને 16 માર્ચે લૉન્ચ કરવામાં આવશે, માનવામાં આવે છે કે ભારતમાં પણ આ તારીખે લૉન્ચ થઇ શકે છે.
ઓનલાઇન ઓપ્શન માટે ગ્રાહક સેમસંગ ઇ-સ્ટૉર પરથી સોમવારથી જ સ્માર્ટફોનને પ્રી-બુક કરી શકે છે. આ પ્રૉસેસમાં નામ, મોબાઇલ નંબર, ઇ-મેલ આઇડી અને સ્માર્ટફોનના કલર જેવી માહિતી તમારે ભરવી પડશે.
સેમસંગનો દાવો છે કે, બંને ફોનના સેન્સર 28 ટકા વધુ લાઇટ કેપ્ચર કરે છે. નવા કેમેરામાં સુપર સ્લો મોશન મોડ છે. જે 960 ફ્રેમ પર સેકન્ડની સ્પીડે વીડિયો રેકોર્ડ કરે છે. આ ફૂટેજને GIF તરીકે એક્સપોર્ટ કરી શકાય છે અને તેનો એનિમેટેડ વોલપેપર તરીકે પણ યૂઝ કરી શકાય છે.
સેમસંગ ગેલેક્સી એસ 9 અને ગેલેક્સી એસ 9 પ્લસના કેમેરાની ખાસિયત તેના સેન્સર છે. આ સેન્સરને કારણે ફોન ઓછા પ્રકાશમાં પણ સારા ફોટો ક્લિક કરી શકે છે. સેમસંગનો દાવો છે કે, યોગ્ય પ્રકાશ હશે ત્યારે કેમેરો f/2.4 અપર્ચર અને ઓછો પ્રકાશ હશે ત્યારે કેમેરા f/1.5 અપર્ચર પર કામ કરવા લાગશે.
નવી દિલ્હીઃ સેમસંગે આજે માર્કેટમાં બે લેટેસ્ટ સ્માર્ટફોન Samsung Galaxy S9 અને Galaxy S9+ લૉન્ચ કરી દીધા છે, આનું પ્રી-બુકિંગ શરૂ થઇ ચૂક્યું છે, યૂઝર સેમસંગ ઓનલાઇન અને ઓફલાઇન ચેનલો પરથી આનુ આસાનીથી પ્રી-બુકિંગ કરી શકે છે. આ ફ્લેગશિપ સ્માર્ટફોનની ખાસિયત તેનો કેમેરો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -