Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સેમસંગ ગેલેક્સી S9 અને S9+ ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
નવી દિલ્હીઃ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે સેમસંગે ગેલેક્સી એસ9 અને ગેલેક્સી એસ9પ્લસ સ્માર્ટફોન ભારતીય બજારમાં 6 માર્ચના રોજ લોન્ચ કર્યા. આ ફોન કંપનીએ વિતેલા મહિને મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (એમડબલ્યૂસી)માં રજૂ કર્યો હો. સેમસંગના આ ફ્લેગશિપ ડિવાઈસનું પ્રી બુકિંગ ભારતમાં 26 ફેબ્રુઆરીથી ચાલુ થઈ ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ યૂઝર્સને આ બંને સ્માર્ટફોન ખરીદવા પર 6000 રૂપિયાનો કેશબેક મળશે. પેટીએમ મૉલ એપ દ્વારા આ ફોન ખરીદવા પર પણ કેશબેક મેળવી શકશો. સેમસંગ ગેલેક્સી એસ9 અને ગેલેક્સી એસ9 પ્લસની સૌથી મહત્વની ખાસિયત એ છે કે તેમાં ડ્યુઅલ અપાર્ચર સેટઅપ વાળો પ્રાઇમરી રિયર કેમેરા સેંસર છે. પર્યાપ્ત પ્રકાશમાં આ સેંસર f/24 અપર્ચર પર શૂટ કરવા માટે સક્ષમ છે. જ્યારે ઓછું અજવાળું હશે તો ઓટોમેટિકલી આ કેમેરા f/15 અપર્ચર પર કામ કરવા લાગશે. કંપનીનો દાવો છે કે ગેલેક્સી એસ9 અને એસ9 પ્લસ 28 ટકા વધુ લાઇટ કેપ્ચર કરે છે.
ગેલેક્સી એસ9ના બંને ફોન 10એનએમ 64 બિટ ઑક્ટા-કોર ચિપસેટથી સજ્જ છે. સ્ટોરેજ આધારિત 64 જીબી, 128 જીબી અને 258 જીબી એમ ત્રણ વેરિયન્ટ હશે. ત્રણેય વેરિયન્ટમાં માઇક્રો એસડી કાર્ડ મારફતે 400જીબી સુધી મેમરી એક્સપેન્ડ કરી શકાશે. આ ફોન એન્ડ્રોઇડ 8 ઓરિયો પર કામ કરે છે. કનેક્ટિવિટી ફીચરની વાત કરીએ તો ગીગાબિટ એલટીઇ, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ 802.11 એસી, યૂએસબી-ટાઇપ સી, બ્લૂટૂથ 5.0 અને 3.5 એમએમનો જેક આપવામાં આવ્યો છે. બંને ફોનનો 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા f/1.7 અપર્ચર વાળો છે.
સેમસંગ ગેલેક્સી એસ9માં 5.9 ઇંચની ક્વાડએચડી + કર્વ્ડ સુપર એમોલેડ 18.5:9 ડિસ્પ્લે આપવામાં આવી છે, 4જીબી રેમ અને 3000mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં ઑટોફોકસ સેંસર છે જે ઑપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઇઝેશનથી સજ્જ છે.
જ્યારે સેમસંગ ગેલેક્સી એસ9 પ્લસની વાત કરીએ તો તેમાં 6.2 ક્વાડએચડી+ કર્વ્ડ સુપર એમોલેડ 18.5:9 આપવામાં આવી છે, 6જીબી રેમ અને 3500mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.
સેમસંગ ગેલેક્સી એસ9નું 64 જીબી વાળું મોડેલ ભારતીય માર્કેટમાં 57900 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે ગેલેક્સી એસ9 પ્લસની શરૂઆતી કિંમત 64900 રૂપિયા રાખવામાં આવશે. સેમસંગ ગેલેક્સી એસ9 અને ગેલેક્સી એસ9 પ્લસના 256 જીબી વાળા વેરિયન્ટની કિંમત ક્રમશઃ 65900 અને 72900 રૂપિયા રાખવામાં આવી છે. જો ઉલ્લેખનીય છે કે 128 બીજી વાળા વેરિયન્ટ ભારતીય માર્કેટમાં વેચાણ માટે નહીં મુકાય.
આ ફોન 960 ફ્રેમ પ્રતિ સેકન્ડના દરથી વીડિયો રેકોર્ડ કરી શકાશે. સેમસંગે આ વખતે એઆર ઇમોજી રજૂ કર્યાં છે. જો કે આ ફિચર તદ્દન અલગ છે. તેની મદદથી તમે ખુદની 3ડી તસવીર ખેંચી શકશો અને તેને ઇમોજીમાં કન્વર્ટ પણ કરી શકશો. ઇમોજી બનાવવા માટે વિવિધ પ્રકારના 18 એક્સપ્રેશન પણ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -