WhatsAppમાં મેસેજ કર્યાના 1 કલાક બાદ પણ થઇ શકશે ડિલીટ, જાણો કઇ રીતે કરી શકશો
WABetaInfo મુજબ હાલ આ ફીચર વોટ્સએપ એન્ડ્રોઈટ બીટા વર્ઝન 2.18.69 માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરનું સ્ટેબલ વર્ઝન એન્ડ્રોઇટ અને ios માટે જલ્દી રિલીઝ કરવામાં આવશે. હાલ માત્ર વોટ્સએપ એન્ડ્રોઈડ બીટા ટેસ્ટર્સ જ આનો લાભ લઇ શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા અપડેટ બાદ યૂઝર્સ એક કલાક બાદ પણ મેસેજ ડિલીટ કરી શકશે.
નવી દિલ્હીઃ સોશિયલ નેટવર્કિંગ સાઇટ WhatsApp દ્વારા ડિલીટ ફોર એવરીવન ફીચરને અપડેટ કરવામાં આવ્યું છે. અપડેટ કર્યા બાદ હવે યુઝર્સે મોકલેલા મેસેજને 4096 સેંકન્ડ અથવા 68 મિનિટ અને 16 સેકન્ડ બાજ પણ ડિલીટ કરી શકાશે. જ્યારે જૂની મર્યાદા 420 સેંકડ એટલેકે 7 મિનિટ હતી. હાલ આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
નવું ફીચર લોન્ચ થયા બાદ કેટલાક લોકોનું માનવું હતું કે ડિલીટ કરવા માટે નક્કી કરવામાં આવેલી સમય મર્યાદા ઘણી ઓછી છે. આ સ્થિતિમાં WhatsApp દ્વારા એન્ડ્રોઈડ અને આઈઓએસ દ્વારા નવું અપડેટ લોન્ચ કરવામાં આવ્યા બાદ લોકોની ફરિયાદ દૂર થઈ શકે છે.
WhatsAppએ ગત વર્ષે નવેમ્બરમાં ડિલીટ ફોર એવરીવન ફીચરને લોન્ચ કર્યું હતું. હાલ આ ફીચરથી કોઈ મોકલવામાં આવેલા મેસેજ 7 મિનિટની સમય મર્યાદાની અંદર ડિલીટ કરી શકાય છે. મોકલવામાં આવેલા મેસેજમાં ટેકસ્ટ અને મીડિયા ફાઇલ્સ બંનેનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -