Samsungએ ભારતમાં લોન્ચ કર્યો ગેલેક્સી S8 અને S8+ સ્માર્ટફોન, કિંમત 57,900 રૂપિયાથી શરૂ
આ ઓક્ટા કોર 10nm પ્રોસર (ફોર કોર ક્લોક્ડ 2.3GHz + ફોર કોર ક્લોક્ડ 1.7GHz)છે. કંપીનો દાવો છે કે આ જૂના એસ7 કરતાં 10 ટકા વધારે ઝડપી છે. હેન્ડસેટમાં 4જી રેમ અને 64જીબી ઇન્ટરનેલ મેમેરી હશે. જેને માઈક્રો એસડી કાર્ડની મદથી 256 જીબી સુધી વધારી શકાય છે. સ્માર્ટપોનમાં 3000mAhની બેટરી હશે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટના ડાયમેંશન 159.5x73.4x8.1mm અને વજન 173 ગ્રામ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGalaxy S8+માં 6.2-inch QHD+ (1440x2960 pixels) સુપર AMOLED ડિસ્પ્લે સ્ક્રીન છે. આ હેન્ડસેટમાં 12 મેગાપિક્સલ ડ્યુઅલ પિક્સલ રિયર કેમેરા હશે જ્યારે ફ્રન્ટ કેમેરો 8 મેગાપિક્સલનો છે. સ્માર્ટફોનમાં ક્વાલકોમ કંપનીનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર છે.
આ ઓક્ટોકોર 10nm પ્રોસેસર (ફોર કોર ક્લોક્ડ 2.3GHz + ફોર કોર ક્લોક્ડ 1.7GHz)છે. કંપીનો દાવો છે કે આ જૂના એસ7 કરતાં 10 ટકા વધારે ઝડપી છે. હેન્ડસેટમાં 4જી રેમ અને 64જીબી ઇન્ટરનેલ મેમેરી હશે. જેને માઈક્રો એસડી કાર્ડની મદથી 256 જીબી સુધી વધારી શકાય છે. સ્માર્ટપોનમાં 3000mAhની બેટરી હશે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટના ડાયમેંશન 148.9x68.1x8mm અને વજન 155 ગ્રામ છે.
Galaxy S8માં 5.8-inch QHD+ (1440x2960 pixels) સુપર AMOLED ડિસ્પ્લે સ્ક્રીન છે. આ હેન્ડસેટમાં 12 મેગાપિક્સલ ડ્યુઅલ પિક્સલ રિયર કેમેરા છે. જ્યારે ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલનો છે. આ સ્માર્ટપોનમાં ક્વાલકોમ કંપનીનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 835 પ્રોસસર છે.
આ બન્ને સ્માર્ટફોનમાં Galaxy S8 અને S8+ બાયોમેટ્રિક સિક્યુરિટી ફીચર આપવામાં આવ્યા છે. આ ફીચરની મદદતી યૂઝર અલગ અલગ સિક્યુરિટીના ફીચરનો ઉપયોગ કરી શકશે. તેમાં આઈરિસ સ્કેનર, ફિન્ગરપ્રિન્ટ, ફેસ પેટર્ન, પાસવર્ડ સામેલ છે. આઈરિસ સ્કેનરની મદદથી યૂઝર સ્માર્ટફોનને આંખની મદદથી અનલોક કરી શકશે. એટલે કે એક જ પલકારામાં ફોન અનલોક થઈ જશે.
સેમસંગે Galaxy S8 અને S8+માં પોતાનું વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ 'Bixby' આપ્યું છે. એટલે કે આ સીરીઝની સાથે આ ફીચર ડેબ્યૂ કરી રહ્યું છે. આ ફીચર એપલના સીરી ગૂગલના ગૂગલ અસિસ્ટન્ટ અને માઈક્રોસોફ્ટના કોરટાનાની જેમ કામ કરશે. આ ફીચર યૂઝરના વોઈસ કમાન્ડ પર કામ કરે છે. સેમસંગે આ બન્ને ફ્લેગશિપ સ્માર્ટપોનમાં 'Bixby' એપ પ્રી ઇન્સ્ટોલ રહેશે. એટલે કે યૂઝરે તેને ડાઉનલોડ નહીં કરવી પડે.
Samsung ગેલેક્સી S8ની ભારતમાં કિંમત 57,900 રૂપિયા છે. ગેલેક્સી S8+ 64,900 રૂપિયામાં ઉપલબ્ધ હશે. ફોનનું વેચાણ 5 મેથી શરૂ થશે. બન્ને સ્માર્ટપોન માટે પ્રી બુકિંગ બુધવારે 19 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. ફોનનાં વેચાણ માટે કંપનીએ દેશની દિગ્ગજ ઇકોમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથે કરાર કર્યો છે. ફ્લિપકાર્ટ ઉપરાંત આ ફોન સેમસંગ ઇન્ડિયા સ્ટોર પર પણ ઉપલબ્દ હશે. કંપની લોન્ચિંગ ઓફર અંતર્ગત વાયરલેસ ચાર્જર ફોનની સાથે આપશે.
નવી દિલ્હીઃ Samsungના લેટેસ્ટ ફોન ગેલેક્સી S8ને લઈને ભારતીય મોબાઈલ ગ્રાહકોની આતૂરતાનો અંત આવી ગયો છે. ગ્લોબલ લોન્ચિંગના માત્ર એક મહિનાની અંદર જ વિશ્વની દિગ્ગજ સ્માર્ટફોન કંપની સેમસંગે ગેલેક્સી S8ને ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીએ ગેલેક્સી S8ની સાથે જ S8 પ્લસને ભારતમાં લોન્ચ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -