✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સેમસંગે લોન્ચ કર્યો ફ્લિપ સ્માર્ટફોન, કિંમત iPhone કરતાં પણ મોંઘી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Dec 2017 07:54 AM (IST)
1

સેમસંગે W2018માં એક હાઈબ્રિડ ડ્યુઅલ સિમ સ્લોટ આપ્યો છે, જેમાં બે નેનો સિમ કાર્ડ અથવા એક નેનો અને એક માઈક્રો SD કાર્ડનો ઉપયોગ કરી શકો છો. ફોનમાં 2300mAHની બેટરી છે. આ ફોનની કિંમત 1,55,000 કરતા વધારે હોવાનું કહેવાઈ રહ્યું છે. ફોન ગોલ્ડ તેમજ સિલ્વર કલર વેરિયન્ટમાં મળશે.

2

સેમસંગ W2018માં રિયર પર અપર્ચર f/1.5 લેન્સ સાથે 12 મેગાપિક્સલ કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. કોઈ પણ સ્માર્ટફોનમાં આપવામાં આવેલું આ સૌથી વધારે અપર્ચર છે. ફોનમાં OIS સપોર્ટ છે, જેનાથી ફોટોસની ક્લિયારિટી ઘણી સારી આવે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે અપર્ચર f/1.9 સાથે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા પણ છે.

3

ચીનની ન્યુઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, આ સ્માર્ટફોનમાં બે 4.2 ઈંચ એમોલેડ ડિસ્પ્લે પેનલ છે જેનું રિઝોલ્યુશન ફુલ HD છે. આ સ્માર્ટફોનમાં એક ક્વૉલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર અને એડ્રેનો 540 GPU તેમજ 6GB રેમ છે. આ સિવાય સેમસંગે 64GB સ્ટોરેજ તેમજ 256 GB સ્ટોરેજનો ઓપ્શન આપ્યો છે. ફોનમાં બિક્સબી વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ફીચર આપવામાં આવ્યું છે.

4

નવી દિલ્હીઃ સાઉથ કોરિયન ટેક્નોલોજી દિગ્ગજ સેમસંગે પોતાનો ફ્લેગશિપ ફ્લિપ સ્માર્ટફોન W2018 લોન્ચ ક્યો છે. ચીનની આ ઈવેન્ટમાં કંપનીએ તેને લોન્ચ કર્યો છે. તમને જણાવીએ કે, આ સ્માર્ટફોનની ખાસિયત તેમાં આપવામાં આવેલ કેમેરો છે જેમાં f/1.5 અપર્ચર છે અને અન્ય સ્માર્ટફોનમાં તુલમાં શ્રેષ્ઠ છે. આ પ્રીમિયમ સ્માર્ટફોન છે અને તેમાં ફ્લેગશિપ સ્પેસિફિકેશન પણ આપવામાં આવ્યા છે.

  • હોમ
  • ગેજેટ
  • સેમસંગે લોન્ચ કર્યો ફ્લિપ સ્માર્ટફોન, કિંમત iPhone કરતાં પણ મોંઘી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.