Whatsappમાં ‘ગ્રુપ એડમિન’ બનશે વધારે પાવરફુલ, જાણો કેવી રીતે કામ કરશે નવું ફીચર
‘રિસ્ટ્રિક્ટેડ ગ્રુપ’નું સેટિંગ લાગુ કર્યા બાદ અન્ય સદસ્ય ગ્રુપમાં મેસેજ વાંચી શકશે પરંતુ કંઈ પણ મોકલી શકશે નહીં. તેમણે મેસેજ એડમિનનું બટન આપવામાં આવશે, જેનાથી તેઓ પોતાનો મેસેજ ગ્રુપ એડમિનને મોકલી શકે છે, જેથી તે તેને ગ્રુપમાં શેર કરી શકે.
‘રિસ્ટ્રીક્ટેડ ગ્રુપ’નું સેટિંગ માત્ર ગ્રુપ એડમિન જ કરી શકે છે. આ બાદ એડમિન ગ્રુપમાં સામાન્ય રીતે ફોટો, વીડિયો, ચેટ તથા અન્ય વસ્તુઓ મોકલી શકે છે. પરંતુ અન્ય સદસ્યોને આમ કરતા રોકી શકે છે.
ગ્રુપ એડમિન દ્વારા સંદેશને સ્વીકૃતિ આપ્યા બાદ જ તેને ગ્રુપમાં શેર કરી શકાશે. વોટ્સએપે આ ઉપરાંત આવનારા અપડેટમાં વધારે ફિચર્સ, બગ ફિક્સ અને સામાન્ય સુધારો કરવાની જાહેરાત કરી છે. વોટ્સએપના 1.2 અબજ સક્રિય માસિક યુઝર્સ છે. અને તે દુનિયાભરમાં 59 ભાષાઓમાં ઉપલબ્ધ છે. જેમાંથી 10 ભારતીય ભાષાઓ પણ શામેલ છે.
નવી દિલ્હીઃ વ્હોટ્સએપ નવું ફીચર લઈને આવ્યું છે. જેમાં ગ્રુપ એડમિનને વધારે અધિકાર મળવાના છે. આ નવા ફીચરમાં વ્હોટ્સએપ ગ્રુપ એડમિન ઈચ્છે તો તે ગ્રુપના સભ્યને ગ્રુપમાં મેસેજ, તસવીર, વીડિયો, જીઆઈએફ, ડોક્યુમેન્ટ્સ અને વોયસ મેસેજ પોસ્ટ કરવાથી રોકી શકે છે. ડબલ્યૂએબીટાઈન્ફો અનુસાર, વ્હોટ્સએપે ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ પર વર્ઝન 2.17.430માં રિસ્ટ્રિક્ટેડ ગ્રુપ ફીચર્સ આપ્યું છે.