✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Samsungએ ગેલેક્સી નોટ 7નું ઉત્પાદન સ્થગિત કર્યું, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Oct 2016 01:42 PM (IST)
1

અધિકારીએ જણાવ્યું કે, કામચલાઉ ધોરણે આ સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય દક્ષિણ કોરિયા, અમેરિકા અને ચીનના ઉપભોક્તા સુરક્ષા નિયામકોની સાથે સહયોગથી લેવામાં આવ્યો છે. સેમસંગે 2 સપ્ટેમ્બરે ગેલેક્સી નોટ 7નું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને વેચવામાં આવેલ ફોન બજારમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી હતી.

2

સેમસંગ દ્વારા રિપ્લેસ કરવામાં આવેલ ગેલેક્સી નોટ 7માં પણ આગ લાગવાની કેટલીક ઘટના સામે આવી છે. 5 ઓક્ટોબરે સાઉથવેસ્ટ એરલાઈન્સી લુઇસવિલેથી બાલ્ટીમોર જઈ રહેલ ફ્લાઈટમાં બોર્ડિંગ દરમિયાન ગેલેક્સી નોટ 7 સ્માર્ટફોનમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. બ્રાયન ગ્રીન નામના પ્રવાસીએ 21 સપ્ટેમ્બરે નવો નોટ 7 ફોન ખરીદ્યો હતો. તેમણે ફોન ઓફ કરી દીધો હતો પરંતુ ત્યાર બાદ પોનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.

3

સેમસંગે 19 ઓગસ્ટ 2016ના રોજ નોટ 7 ફોન વૈશ્વિક સ્તરે લોન્ચ કર્યો હતો. બાદમાં ચાર્જિંગ દરમિયાન બેટરીમાં આગ લાગવા જેવી ઘટનાઓ બાદ વિશ્વભરમાંથી તમામ નોટ 7 ડિવાઈસ રિકોલ કરવા પડ્યા હતા. તેની જગ્યાએ કંપનીએ ગ્રાહકોને નવા ફોન આપવાનો નિર્ણય કર્યો હતો.

4

નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવતી વિશ્વની જાણીતી કંપની Samsungએ પોતાનો ગેલેક્સી નોટ 7 સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ કર્યું છે. એક અહેવાલમાં આવાતનો ખુલાસો થયો છે. આ સ્માર્ટફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાના સમાચાર બાંદ કંપનીએ અંદાજે એક મહિનાપહેલા જ આ ફોન બજારમાંથી પરત ખેંચી લીધા હતા.

5

દક્ષિણ કોરિયાના મીડિયાએ સોમવારે પોતાના અહેવાલમાં આ દાવો કર્યો છે. યોન્હાપ ન્યૂઝ એજન્સીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સેમસંગે ચીન અને યૂએસ ઓથોરિટીઝના કો-ઓપરેશનમાં આ પ્રોક્શન અટકાવી દીધું છે. બે અમેરિકન કેરિયરે ગેલેક્સી 7 સ્માર્ટફોન્સના વેચાણ અને એક્સચેન્જ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અહેવાલ પર કંપનીએ હજુ સુધી કોઈ ખુલાસો આપ્યો નથી.

  • હોમ
  • ગેજેટ
  • Samsungએ ગેલેક્સી નોટ 7નું ઉત્પાદન સ્થગિત કર્યું, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.