✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સેમસંગ 12 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ કરશે Samsung Galaxy Note 8

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Sep 2017 08:14 AM (IST)
1

આ ફોન એન્ડ્રોઇડ 7.1.1 પર રન કરે છે. તેમાં 6.3 ઇંચનું QHD ડિસ્પ્લે છે, સ્નેપડ્રેગન 835 પ્રોસેસર અને 6 GB રેમ છે. આ ફોનમાં 64GB, 128GB અને 256GB મેમરીનાં ત્રણ વેરિઅન્ટ છે. આ ફોનના બેક પર 12 મેગાપિક્સલના બે કેમેરા છે જે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબલાઈઝેશન સપોર્ટ કરે છે. ફ્રંટમાં 8 મેગાપિક્સલ કેમેરા છે. ડિવાઈસની બેટરી 3300 mAh છે.

2

કંપનીએ આ ઈવેન્ટ માટે મીડિયા ઈનવાઈટ મોકલવાની શરુઆત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે એપલ પણ પોતાના iPhone 8ને 12મી સપ્ટેમ્બરના રોજ જ લોન્ચ કરવાનું છે. નોટ 8ની ભારતમાં કેટલી કિંમત હશે તેની જાણ નથી થઈ, પરંતુ બની શકે કે તેની કિંમત iPhone 8 જેટલી જ હોય.

3

તમે સેમસંગની સત્તાવાર વેબસાઈટ પર આ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. તમને જણાવીએ કે, સેમસંગે વિતેલા મહિને Galaxy Note 8ને વૈશ્વિક લોન્ચ કર્યો હતો. ત્યાર બાદથી જ ભારતમાં આ ફોનને લઈને રાહ જોવાઈ રહી હતી.

4

નવી દિલ્હીઃ સેમસંગનો લેટેસ્ટ ફોન Galaxy Note 8 ભારતમાં 12 સપ્ટેમ્બરે લોન્ચ થશે. તમને જણાવીએ કે આ જ દિવસે અમેરિકામાં એપલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઈફોન 8 લોન્ચ થશે. સેમસંગે દિલ્હીમાં 12 સપ્ટેમ્બરે બપોરે 12-30 કલાકે એક ખાસ ઇવેન્ટનું આયોજન કર્યું છે.

  • હોમ
  • ગેજેટ
  • સેમસંગ 12 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ કરશે Samsung Galaxy Note 8
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.