નવા વર્ષે ઇન્ટરનેટ ચાલશે 5G સ્પીડે, આ કંપની કરશે મેગા ટ્રાયલ, જાણો સૌથી પહેલા કોને મળશે 5G
તેમને વધુમાં કહ્યું કે, સેમસંગ પહેલાથી જ અમેરિકા, કોરિયામાં 5G ટેકનિક પર કામ કરી રહ્યું છે અને ભારતમાં આ બહુજ જલ્દી સક્સેસ થશે. આ ટેકનિક ભારતમાં ક્રાંતિ લાવશે. આ ટેકનોલૉજીનો લાભ લેવા સૉફ્ટવેર અપડે કરવા પડશે. તેમને કહ્યું કે, 5G સર્વિસને લઇને પાર્ટનરશિપ માટે વાત કરી રહ્યા છીએ, જોકે, રિલાયન્સ જિઓ કંપનીનું પ્રાઇમ પાર્ટનર હંમેશા રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીનિવાસનું કહેવું છે કે, 5G માત્ર યૂઝર્સ માટે જ નહીં પણ હેલ્થ, એગ્રીકલ્ચર અને સર્વિલન્સ માટે પણ કામમાં આવશે. તેમનું કહેવું છે કે જે ઓપરેટરને જેટલા સ્પેક્ટ્રમ મળશે તે એ પ્રમાણે સર્વિસ આપશે.
અમને આશા છે કે અમે અમારો ટ્રાયલ આગામી વર્ષેની પહેલી ત્રિમાસિકમાં કરી લઇશું અને તે દિલ્હીમાં જ થશે. અમે જાણીએ છીએ કે આ કામ બે-ચાર દિવસોનું નથી, એટલા માટે પહેલા સેટઅપ કરીશું અને ત્યારબાદ અલગ અલગ યૂઝ કેસ પર કામ કરીશું.'
સેમસંગે ઇન્ડિયાના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને નેટવર્ક બિઝનેસ હેડ શ્રીનિવાસ સુંદરરાજને જણાવ્યું કે, 'અત્યારે અમે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકૉમ (DoT)ની સાથે મળીને કામ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2018માં અનેક ગેજેટ્સ અને ઇનૉવેશનની જાહેરાત થઇ, જેમાં સૌથી ચોંકાવનારી વાત 5Gની રહી. 5Gને લઇને સ્માર્ટફોન મેકર સેમસંગે જાહેરાત કરી છે કે તે આગામી વર્ષે એટલે કે 2019માં પહેલી ત્રિમાસિકમાં સેમસંગ 5Gનો મોટા પાયે ટ્રાયલ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -