ન ચાર્જર, ન કેબલ માત્ર આંગળીથી 100% ચાર્જ થઈ જશે સ્માર્ટફોન, જાણો કેવી રીતે
હાલમાં તે કહેવું મુશ્કેલ છે કે ટ્રિબોઈલેક્ટ્રિક ચાર્જિંગ ટેકનોલોજી રિયલ લાઈફમાં ક્યાર સુધી આવી શકશે. પરંતુ રિચર્સરો એવા પ્રયાસમાં છે કે એવી પોર્ટેબલ બેટરી બનાવે જેમાં આ એનર્જીને સ્ટોર કરી શકાય. તેમનું માનવું છે કે આ રિચર્સથી વાયરલેસ અને અન્ય સેલ્ફ-પાવર ઈલેક્ટ્રોનિક ડિવાઈસેઝને પાવર સોર્સ મળી શકશે.
તેનાથી સ્ટેટિક એનર્જી ઉત્પન્ન થાય છે. આ પછી તે વ્યક્તિ કોઈ વસ્તુને ટચ કરે છે તો અનર્જી કરંટ તરીકે શિફ્ટ થાય છે. હવે આ એનર્જીનો ઉપયોગ મોબાઈલ ડિવાઈસને ચાર્જ કરવા માટે થશે.
ટ્રિબોઈલેક્ટ્રિક આસાન સાથે સ્ટેટિક એનર્જીના પ્રિન્સિપલ પર કાર્ય કરે છે. તેમાં ફ્રિક્શન થવા પર ચાર્જિંગ થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ ગાલીચા પર પોતાના પગ ઘસે છે તો નેગેટિવ ચાર્જ ઈલેક્ટ્રોન ગાલીચામાંથી બોડીમાં આવશે.
તેમાં બેટરી ચાર્જ કરવા માટે મેટેલિક ટેબ અને કેટલીક બોડી મૂવમેન્ટ જેવી કે આંગળી રબ કરવાની જરૂર પડશે. કહેવાઈ રહ્યું છે કે સ્માર્ટવોચ જેવા વિયરલેસ ડિવાઈસથી લઈને સ્માર્ટફોન ચાર્જ સુધી ચાર્જ કરી શકાય છે.
હવે બેટરીના ક્ષેત્રમાં પણ મોટા ફેરફાર થવાના છે. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સે સાથે મળીને બફૈલો યુનિવર્સિટીના રિસર્ચરોએ એક નવી ટેકનોલોજી શોધી છે. તેનું નામ ટ્રિબોઈલેક્ટ્રિક ચાર્જ છે.
1970થી લઈને અત્યાર સુઝી મોબાઈલ ફોનના બિલ્ટ, કેમેરા, પ્રોસેસિંગ પાવર બધામાં ઘણા ફેરફાર થયા. પરંતુ 40 વર્ષોમાં બેટરી ચાર્જ કરવાની રીતમાં વાયરલેસ ચાર્જિંગ છોડીને કઈ ખાસ નથી થયું. વાયરલેસ ચાર્જિગ ફોન પણ ચાર્જ થવામાં વધારે સમય લે છે.
નવી દિલ્હીઃ આખો દિવસ સ્માર્ટફોન પર વિતાવ્યા બાદ થોડી કલાક માટે તેને ચાર્જ કરવો ખૂબ જ જરૂરી છે, જે ક્યારેક કંટાળાજનક પણ હોય છે. પરંતુ શું તમને ખબર છે હવે એ દિવસો દૂર નથી કે તમે તમારી આંગળીથી તમારા સ્માર્ટફોનની બેટરી ચાર્જ પણ કરી શકશો. એવું ટ્રિબોઈલેક્ટ્રિક ચાર્જિંગની નવી ટેકનોલોજી દ્વારા સંભવ થશે.