સચિન તેંડુલકરે લોન્ચ કર્યો Smartron srt.phone, શાનદરા ફીચર્સ સાથે આવશે આ ફોન
Smartron srt.phoneમાં 5.5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે જેનું રિઝોલ્યૂસન 1920 X 1080 પિક્સલ છે. આ સ્માર્ટફોનમાં 4જીબી રેમ આપવામાં આવી છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 652 આપવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSmartron t.phoneને શાનદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તમને જણાવીએ કે, Smartron t.phoneને સુપર AMOLED FHD ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 810 પ્રોસેસર અને 4જીબી રેમની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉપરાંત Smartron t.book એક વિન્ડોઝ 10 પર આધારિત હાઈબ્રિડ લેપટોપ છે, તેના માટે પણ લોન્ચ કરવામાં આવ્યું હતું જેથી તમે માઈક્રોસોફ્ટના સરફે્સ જેવો અનુવવ ઓછી કિંમતમાં લઈ શકો.
Smartron srt.phoneમાં 3000mAhની બેટરી છે જે ક્વિક ચાર્જ 2.0ને સપોર્ટ કરે છે. તેની ડિઝાઈન મેટલ યૂનિબોડીવાળી નથી અને બેક કરવર પણ હટાવી શકાય છે. ચાર્જિંગ માટે તેમાં યૂએસબી ટાઈપ સી સપોર્ટ આપવામાં આવ્યું છે.
ઇન્ટરનલ સ્ટોરેજ માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે. 32 જીબી અને 64જીબી. 32જીબી વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા અને 64જીબી વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. આ ફોન બુધવારથી અનેક ઓફર્સ સાથે ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ થયો.
નવી દિલ્હીઃ ક્રિકેટના બાદશાહ સચિન તેંડુલકરે 3મેના રોજ Smartronનો srt.phone લોન્ચ કર્યો છે. આ ફોનની ટેગલાઈન ‘Mastery at the core’ છે અને તેના નામ પર તમે ધ્યાન આપ્યું હશે તો તેમાં તેંડુલકરનું નામ છપાયેલું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, આ સ્માર્ટફોનનું બ્રાન્ડિંગ ક્રિકેટના આ સ્ટારના નામ પર કરવામાં આવ્યું છે. વેચાનારા કેટલાક srt.phone પર તેંડુલકરની સહી પણ હશે.
Smartron srt.phoneનો રિયર કેમેરા 13MPનો છે જેમાં PDAF ફીચર પણ છે. સેલ્ફી માટે તેમાં 5MPનો કેમેરા છે. srt.phone સ્માર્ટફોનમાં સ્ટોક એન્ડ્રોઈડ યૂઆઈ અને કંપનીના ટ્રોનએક્સ એપ સુીટની સાથે ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ 7.1.1 નૂગા આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -