✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Sony Xperia XZ1 ભારતમાં થયો લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Sep 2017 07:27 AM (IST)
1

156 ગ્રામના સોની Xperia XZ1 મૂનલિટ બ્લૂ, વીનસ પિંક, વાર્મ સિલ્વર અને બ્લેક કલરમાં આવે છે. પરંતુ ભારતમાં હાલ તેનું બ્લેક વેરિયન્ટ જ ઉપલબ્ધ હશે. ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 44,990 રૂપિયા રાખવામાં આવી છે. તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકો છો. સાથે જ HDFC અને ICICI કાર્ડ્સ પર ખરીદવા પર 5% કેશબેક મળશે અને વ્યાજ વિના EMI પર ફોન ખરીદવાનું ઓપ્શન પણ મળશે.

2

સોની Xperia XZ1માં ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટન પર લગાવવામાં આવ્યું છે. આ ફોનમાં 2700mAh બેટરી છે જે ક્વિક ચાર્જ 3.0 ટેકનિકને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન પાણી અને ડસ્ટને રેજિસ્ટ કરી શકે છે.

3

એન્ડ્રોઈડ ઓરિયો 8.0 પર ચાલતા આ સ્માર્ટફોનમાં 64 બિટનું ક્વોલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર અને 4GB રેમ આપેલી છે. તેમાં 64GB ઈન્ટરનલ મેમરી છે જેને 256GB સુધી વધારી શકાય છે. આ ફોન 4G VoLTE નેટવર્ક્સ અને યૂએસબી ટાઈપ-સી કનેક્ટરને સપોર્ટ કરે છે.

4

સોની એક્સપીરિયા XZ1માં મેટલ યૂનિબોડી ડિઝાઈન છે. તેમાં 5.2 ઈંચની ફુલ HD HDR ડિસ્પ્લે છે જેના પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

5

આ સ્માર્ટફોનનું સૌથી ખાસ ફીચર તેનો 19MP કેમેરા છે જે 3D સ્કેન કરવામાં પણ સક્ષમ છે. આ કેમેરા સ્લો મોશન વીડિયો અને 4K વીડિયો શૂટ કરવામાં સક્ષમ છે. Xperia XZ1માં 13MP સેલ્ફી કેમેરા છે જેમાં ગ્રુપ સેલ્ફી માટે 22mmનો લેન્સ આપેલો છે.

6

સોનીએ સોમવારે ભારતીય બજારમાં પોતોનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન સોની એક્સપીરિયા એક્સઝેડ1 લોન્ચ કર્યો છે. સૌથી પહેલા આઈએએફ 2017માં લોન્ચ થયો હતો. સોની એક્સપીરિયા એક્સઝેડ 1ને એન્ડ્રોઈડના 8.0 ઓરિયોની સાથે રજૂ કરવામાં આવ્યો છે. Sony Experia XZ1ના 3ડી સ્કેનિંગ કેમેરાને કંપનીએ માર્કેટમાં સૌથી મહત્ત્વનું ફીચર ગણાવ્યું છે.

  • હોમ
  • ગેજેટ
  • Sony Xperia XZ1 ભારતમાં થયો લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.