Good News: હવે 140 નહીં પણ 280 કેરેક્ટરમાં કરો ટ્વિટ, ટ્વિટરે કર્યા આ બદલાવ Yagnesh • 8 mins
ટ્વિટરે અક્ષરની સીમા વધાર્યા બાદ અનેક બદલાવ પણ કર્યા છે. જેનાથી યૂઝર્સને ટ્વિટ કરવામાં વધુ મઝા આવશે. મલ્ટી પાર્ટ ટ્વિટ, ટેકસ્ટ બ્લોકના સ્ક્રીનશોટ જેવા ટ્વિટસ સામેલ કરવામાં આવ્યા છે. પહેલા લોકો ટ્વિટ કરતા હતા ત્યારે કેરેક્ટર કાઉંટ થતા હતા પણ હવે ટેક્સ નીચે એક સર્કલ બનીને આવે છે. જ્યારે તમારા 280 કેરેક્ટર પૂરા થશે ત્યારે સર્કલ ડાર્ક થઈ જશે. લેપટોપ કે કંમ્પ્યૂટર પર જ નહીં મોબાઈલ યૂઝર્સ પણ 280 અક્ષરોમાં ટ્વીટ કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: માઈક્રોબ્લૉગિંગ સાઈટ ટ્વિટરે ટ્વિટ માટે 140 અક્ષરની સીમાને વધારી ડબલ કરી દીધી છે. ટ્વિટર પર હવે 280 અક્ષરોમાં લખી શકાશે. ચીન, જાપાની અને કોરિયાઈ ભાષાઓમાં લખનારા લોકો માટે અક્ષરોની સીમા 140 રહેશે કારણ કે આ ભાષાઓમાં લખવા માટે ખૂબજ ઓછા અક્ષરોની જરૂર પડે છે.
કંપનીએ કહ્યું કે અંગ્રેજી ભાષામાં 9 ટકા ટ્વીટ્સ 140 અક્ષરોમાં લખવામાં આવે છે. જેથી યૂઝર્સ 140 કરેક્ટરમાં પોતાના ટ્વિટને પૂરુ નથી કરી શકતો. ટ્વિટરે હવે આશા જતાવી છે કે લોકોને વધારે ટ્વિટ કરવામાં મદદ મળશે. ટ્વિટ ઘણા સમયથી આના પર ટેસ્ટ કરી રહ્યું હતું, પરંતુ તેની શરૂઆત હવે થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -