ભારતમાં લોન્ચ થયો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન, Jio સિમને કરશે સપોર્ટ
કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE, વાઈ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ/એ-જીપીએસ અને માઈક્રો-યૂએસબી આપવામાં આવ્યું છે. તેમાં 2000 mAh બેટરી લાગેલ છે. આ 7 કલાકનો ટોકટાઈમ અને 150 કલાકનો સ્ટેન્ડબાઈ ટાઈમ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વાઈપ કનેક્ટ 4Gને કાળા રંગમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે. સ્વાઇપ કનેક્ટ 4જી હાલમાં માત્ર શોપક્લૂઝ પરથી ખરીદી શકાય છે.
નવી દિલ્હીઃ ભારતની અગ્રણી મોબાઈલ ઇન્ટરનેટ કંપની સ્વાઈપ ટેલિકોમે ભારતમાં સૌથી સસ્તો 4G VoLTE સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનનું નામ સ્વાઈપ કનેક્ટ 4G રાખ્યું છે. કનેક્ટ સીરીઝના આ સ્માર્ટફોનની કિંમત માત્ર 2,799 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે, યુવાઓને ધ્યાનમાં રાખીને તેને બનાવવામાં આવ્યો છે.
સ્વાઈપ કનેક્ટ 4G ડ્યૂઅલ-સિમ સ્માર્ટફોન છે. જે એન્ડ્રોઈડ 6.0 માર્શમૈલો પર ચાલશે. તેમાં 4 ઇંચની WVGA ડિસ્પ્લે હશે જેનું રિઝોલ્યૂશન 480 x 800 પિક્સલ્સ છે. સ્માર્ટફોન માં 1.5GHzનું ક્વાડ કોર પ્રોસેસર લાગેલ છે. રેમ 512 એમબી છે. સ્વાઈપ કનેક્ટ 4જીનો બેક કેમેરા 5 મેગાપિક્સલ છે અને ફ્રન્ટ કેમેરા 1.3 મેગાપિક્સલ છે. તેની ઇન્ટરનેટ સ્ટોરેજ 4 જીબી અને 32 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -