ભારતમાં આજે લોન્ચ થવા જઈ રહ્યો છે Xiaomiનો આ ખાસ સ્માર્ટફોન, જાણો ફીચર્સ
Mi MIX 2ની કિંમત ચીનમાં 3299 યુઆનથી શરુ થાય છે. ભારતમાં તેની કિંમત 35000થી 40000 સુધી હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોનમાં 3500 mAh બેટરી છે અને USB Type-c ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યો છે.
MI MIX 2માં 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ બેક કેમેરાનું સેટઅપ અને 5 મેગાપિક્સલ કેમેરા ફ્રંટ છે. કંપનીનો દાવો છે કે, ફ્રંટ કેમેરામાં ફેસ-રિકગ્નાઈઝેશન ફીચર છે. આ ફીચરની મદદથી તમે ડિવાઈસને અનલોક કરવા માટે ફિંગરપ્રિન્ટની જેમ તમારા ચહેરાનો પણ ઉપયોગ કરી શકો છો. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.
આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 પ્રોસેસર છે જેની સાથે 6GB રેમ આપવામાં આવી છે. ચીનમાં આ ફોનને 3 સ્ટોરેજ વેરિયન્ટમાં ઉતારવામાં આવ્યો છે- 64GB, 128 GB, 258 GB.
શાઓમીના આ સ્માર્ટફોનમાં 5.99 ઈંચનું 18:9 રેશિયો વાળું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ ચીનની ટેક્નોલોજી દિગ્ગજ શ્યાઓમી આજે ભારતમાં બેઝલ લેસ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. Mi Mix 2 માટે લોન્ચ ઇવેન્ટ દિલ્હીમાં આયોજિત કરવામાં આવી છે. આ ઈવેન્ટમાં શ્યાઓમીના વાઈસ પ્રેસિડન્ટ અને કન્ટ્રી હેડ મનુ કુમાર જૈન હાજર રહેશે. આ દરમિયાન સ્માર્ટફોન્સની સાથે કેટલીક નવી ઓફર્સની પણ જાહેરાત થઈ શકે છે. જાણો, આ ફોનના ખાસ ફીચર્સ કયા છે અને તેની કિંમત શું હોઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -