iPhone યૂઝર્સ માટે ખરાબ સમાચાર, ભારતમાં સર્વિસ થઈ શકે છે બંધ!, જાણો કેમ?
ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો એમેરિકી કંપની એપલ પોતાના ફોનમાં આ એપને જગ્યા નહીં આપે તો તેને ફોન ભારતીય નેટવર્કમાં કામ કરવાનું બંધ કરી દેશે. આ મામલે એપલનું કહેવું છે કે ડીએનડી એપ યૂઝર્સના કોલ અને મેસેજીસને રેકોર્ડ કરવાની પર્મિશન માંગે છે, તેનાથી યૂઝર્સની પ્રાઈવેસીને ખતરો છે. જણાવી દઈએ કે ડૂ નૉટ ડિસ્ટર્બ એપને લઈને ટ્રાઈ અને એપ્પલ આમને સામને આવી ચુક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રાઈ એ વર્ષ 2017માં એન્ડ્રોઈડ માટે એક ડીએનડી એપ લોન્ચ કરી હતી જે તેના માટે કામ કરશે. પરંતુ એપલે તેને પોતાના સ્ટોર પર જગ્યા આપી નથી. કંપનીએ ક્યારેય પણ થર્ટ પાર્ટીના એપ્સને પોતાના યૂઝર્સના કોલ લોગ અને મેસેજીસ રીડ કરવાની પર્મિશન આપી નથી અને તેને ભારત માટે પણ પોલિસી અપનાવવાનો નિર્ણય કર્યો છે.
જો કે એક નવો આદેશ એપ્પલને આ એપ ઈન્સ્ટોલ કરવા માટે મજબૂર કરી શકે છે.જો એપ્પલ આવું ના કરે તો તેને ભારતીય માર્કેટને ગુમાવવાનું જોખમ લેવું પડી શકે છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ 19 જુલાઈએ એક નવો નિયમ લાગુ કર્યો છે. તેના પ્રમાણે તમામ મોબાઈલ ફોન્સ એવી એપ સાથે માર્કેટમાં આવવા જોઈએ જેનાથી યૂઝર્સને અજાણ્યા સ્પેમ કોલ અને મેસેજીસનો રિપોર્ટ કરવાની પર્મિશન મળી શકે. ટ્રાઈએ ગંભીર ચેતવણી સાથે કંપનીઓને તેનું પાલન કરવા માટે છ મહિનાનો સમય આપ્યો છે.
નવી દિલ્હી: દુનિયાની જાણિતી ટેક કંપની એપલ અને ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા (TRAI) વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ટ્રાઈએ આદેશ આપ્યો છે કે, સ્પેમ કોલનો રિપોર્ટ કરવા માટે એપ્પલ ડીએનડી એપ ઈન્સ્ટોલ કરે પરંતુ એપ્પલે પોતાના યૂઝર્સની પ્રાઈવેસી સુનિશ્ચિત કરવા માટે આ એપ ઈન્સ્ટોલ કરવાનો ઈનકાર કરી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -