ટ્રાઈએ ઓપરેટર્સને એક વર્ષની વેલિડિટીવાળા ડેટા પેક લાવવા કહ્યું, એપની મદદથી કોલ ક્વોલિટી જાણી શકશે યૂઝર્સ
આ એપમાં દર વખતે કોલની સમાપ્તિ પર એક પોપ-અપ નોટિફિકેશન આવશે, જેમાં ગ્રાહકો સાથે કોલની ગુણવત્તા વિશે તેના અનુભવ શેર કરવાનો આગ્રહ કરશે. તેમાં ગ્રાહક સ્ટાર આપીને રેટિંગ આપી શકે છે.
ટ્રાઈએ એક નવી એપ માઈ કોલ શરૂ કરી છે, જેના પર યૂઝર્સ પોતાના કોલની ક્વોલિટીનું રેટિંગ કરી શકે છે. ટ્રાઈએ એક નિવેદનમાં કહ્યું કે, આ એપથી મોબાઈલ ફોન યૂઝર્સ પોતાના વોયસ કોલની ગુણવત્તા વિશે વાસ્તવિક સમયમાં પોતાના અનુભવ શેર કરી શકે છે. તેનાથી ટ્રાઈને ગ્રાહકોના અનુભવ અને નેટવર્કની ગુણવત્તા વિશે આંકડા મેળવવામાં મદદ મળશે.
વિતેલા વર્ષે ઓગસ્ટમાં ટ્રાઈએ મોબાઈલ ડેટા પેકની વેલિડિટીને 90 દિવસથી વધારીને 365 દિવસ કરવાને મંજૂરી આપી દીધી હતી. ટ્રાઈએ આ નિર્ણય દેશમાં ઇન્ટરનેટના વધતા ઉપયોગ અને ફર્સ્ટ ટાઈમ યૂઝર્સને આકર્ષિત કરવા માટે કર્યો હતો. જોકે, ટેલીકોમ ઓપરેટર્સે અત્યાર સુધી આવું કોઈ પેક લોન્ચ કર્યું નથી. સૂત્રો અનુસાર ટ્રાઈએ એક એડવાઈઝરી જારી કરીને ઓપરેટર્સને ઓછામાં ઓછું એક એવું ડેટા પેક લોન્ચ કરવા માટે કહ્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં ટૂંકમાં જ મોબાઈલ યૂઝર્સને દર મહિને ડેટા પેક રિચાર્જ કરાવવામાંથી છૂટકારો મળી શકે છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈએ)એ ટેલીકોમ ઓપરેટર્સને ઓછામાં ઓછું એક એવું મોબાઈલ ઇન્ટરનેટ ડેટા પેક લોન્ચ કરવા કહ્યું છે, જેની વેલિડિટી એક વર્ષ સુધીની હોય.