Apple iPhone યૂઝર્સ માટે આવ્યુ અત્યાર સુધીનું સૌથી મોટુ WhatsApp અપડેટ, જાણો કઇ રીતે કામ કરે છે નવું ફિચર
નવી દિલ્હીઃ વૉટ્સએપે આઇફોન અને આઇપેડ યૂઝર્સ માટે નવું અપડેટ રૉલઆઉટ કર્યુ છે, જેમાં ચેટની સિક્યૂરિટીને વધારી દેવામાં આવી છે. લેટેસ્ટ અપડેટ બાદ ફેસબુક અધિકૃત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ યૂઝર્સને ફેસ આઇડી ફિચર આપવા જઇ રહ્યું છે, જેનાથી તમે એપને ખોલી શકશો. તેની મેથડ અહીં બતાવવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી પહેલા વૉટ્સએપ ખોલો. તેમાં રાઇટ કોર્નરમાં સેટિંગ્સ પર ક્લિક કરો. અહીં એકાઉન્ટ પર ટેપ કરો. પ્રાઇવસી ખોલો. સ્ક્રીન લૉક પર ક્લિક કરો. અહીં રિક્વાયર ફેસ આઇડી પર ટૉગલ કરો.
નોંધનીય છે કે, જો વૉટ્સએપ લૉક થયુ ગયુ હશે તો પણ યૂઝર્સ નૉટિફિકેશન અને કૉલ દ્વારા જવાબ વૉટ્સએપ ખોલ્યા વિના જ આપી શકશે. વળી, આ બાયૉમેટ્રિક ઓથેન્ટિકેશન હાલ iOS ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન v 2.19.20. પર અવેલેબલ છે. જોકે, એન્ડ્રોઇડ યૂઝર્સને આ ફિચર ક્યારે આપવામાં આવશે તેની માહિતી મળી નથી.
આ બધુ કર્યા બાદ તમારી પાસે એક ઓપ્શન આવશે કે તમે એપલ ડિવાઇસને ફેસ આઇડી કે ટચ આઇડી વિશે પુછવા માગો છો. અહીં ચાર ઓપ્શન હશે ત્યાં લખ્યુ હશે, 1 મિનીટ પછી, 15 મિનીટ પછી કે 1 કલાક પછી, આ પ્રૉજેક્શન વાળા લેયરથી તમે એપને પ્રૉટેક્ટ કરી શકો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -