Nokia X નો ફોટો લીક, iPhone X જેવું હશે આ ફિચર, જાણો ક્યારે થશે લૉન્ચ
Nokia N Series કંપનીના પૉપ્યૂલર મોબાઇલ સીરીઝમાંથી એક છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની Nokia N8 નો રિલૉન્ચ કરી શકે છે. આ ફોન કંપનીનો ફ્લેગશિપ હતો અને કેમેરા, ફિચર્સ અને ડિઝાઇનના મામલે આ ખુબ જ પૉપ્યૂલર પણ થયો હતો નવા N8 ની કથિત તસવીર પણ લીક થઇ છે જેમાં જુના N8 જેવી જ ડિઝાઇન દેખાઇ રહી છે.
સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 636 પ્રૉસેસર આપવામાં આવી શકે છે. બે મેમરી વેરિએન્ટ હોવાની પણ આશા છે, જેમાં એકમાં 6GB રેમ અને બીજામાં 4GB રેમ આપવામાં આવી શકે છે. નોકિયા હવે પોતાના સ્માર્ટફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ આપી રહી છે, એટલે આમાં તમે લેટેસ્ટ ઓએસની આશા પણ રાખી શકો છો.
ઉલ્લેખનીય છે કે, આ સ્માર્ટફોનને થોડાક દિવસો પહેલા Nokia X6 નામથી લૉન્ચ કરવાનો હતો એવા રિપોર્ટ્સ હતા, પણ આવું નથી થયું પહેલા પણ આના સ્પેશિફિકેશન્સ લીક થયા હતા જે અનુસાર આ સ્માર્ટફોનમાં 5.8 ઇંચની ડિસ્પ્લેની સાથે 12 મેગાપિક્સલનો Carl Zeiss લેન્સ વાળો ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવશે.
ચીની સોશ્યલ મીડિયા વેબસાઇટ વીબો પર નોકિયા સ્માર્ટફોન બનાવનારી ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લૉબલે કહ્યું કે, 16 મેએ કંપની Nokia X લૉન્ચ કરશે, આ સ્માર્ટફોનમાં બેઝલ લેસ ડિસ્પ્લે હશે અને આ કંપનીનો પહેલો સ્માર્ટફોન હશે જેમાં બેઝલલેસ એટલે કે એઝ ટુ એઝ ડિસ્પ્લે હશે. તસવીર લીક થઇ છે જેમાં નીચેની બાજુએ નોકિયા લખેલું દેખાઇ રહ્યું છે.
નવી દિલ્હીઃ એચએમડી ગ્લૉબલ ટુંકસમયમાં જ એક નવો સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર આ Nokia X હશે અને તેની ડિસ્પ્લેમાં પણ એવો જ કાપો હશે જેવો iPhone Xમાં છે. નોકિયા પહેલી કંપની નથી જે iPhone X થી ઇનસ્પાયર થઇને ડિસ્પ્લે કાપાનો આકાર આપી રહી છે, પણ લગભગ બધી નાની કંપનીઓ આવા સ્માર્ટફોન લાવી રહી છે કે લાવવાની તૈયારીમાં છે. જોકે, નોકિયાની X સીરીઝ પહેલાથી જ છે, એટલા માટે આ રિપોર્ટ સમાચારમાં ફેરવાઇ શકે છે.