Nokiaના આ ફેમસ મોબાઈલ્સ ખરીદવા માટે કરવું પડશે ઓનલાઈન રજિસ્ટ્રેશન, આ છે પ્રોસેસ
ફોન સિલેક્ટ કર્યા બાદ નીચેની બાજુ તમને કિંમતની વિગતો દેખાશે. હવે નોટિફિકેશન માટે સાઈન અપમાં જવાનું રહેશે જ્યાં તમારે તમામ વિગતો ભરવાની રહેશે.
સૌથી પહેલા તમારે Nokia.com/phones વેબસાઈટ પર લોગ ઇન કરવાનું રહેશે. ત્યાર બાદ ટોપ રાઈટથી મેન્યૂમાં જવાનું. અહીં 5 કેટેગરી મળશે. તમારે ચોથા નંબરવાળી ફોન કેટેગરી પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ All Phonesનો વિકલ્પ આપશે. તમારે તમારી પસંદનો ફોન સિલેક્ટર કરી શકો છો.
જોકે, યૂઝર્સે આ ફોન ખરીદવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે. તમને જણાવીએ કે, તેના માટે પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તેનો લાભ એ છે કે, કંપની જેવી જ ભારતમાં તેનું વેચાણ શરૂ કરશે કે તમને તરત જ નોટિફિકેશન આવી જશે. જેનાથી તમે તમારો મનપસંદ Nokia ફોન ખરીદી શકશો.
નવી દિલ્હીઃ એક સમયો મોબાઈલની દુનિયામાં નંબર-1 રહેલ Nokia પાવરફુલ એન્ડ્રોઈડ સ્માર્ટફોનની સાથે મોબાઈલ બજારમાં ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી ચૂકી છે. આવતા ત્રણ મહિનામાં કંપની Nokia 3, Nokia 4, Nokia 6ની સાથે Nokia 3310ને ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે.