ટ્વીટરે પોતાના 33 કરોડ યૂઝર્સને કહ્યું પાસવર્ડ ચેન્જ કરો, ઇન્ટરનલ લૉગમાં આવી આ ખામી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, બગને રિપેર કરાયા છતાં કંપનીએ સાવધાની રાખવા માટે પોતાના યૂઝર્સને પાસવર્ડ ચેન્જ કરવાનું કહ્યું છે. કંપનીએ કહ્યું છે કે, આ રીતના બગ સાથે જોડાયેલી સમસ્યા ફરીથી ના થાય, તેના માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
નવી દિલ્હીઃ જો તમે ટ્વીટર એકાઉન્ટ યુઝ કરતાં હોય તો તમારા માટે ટ્વીટરનો સાવચેતીનો આદેશ છે. ટ્વીટરે પોતાના 33 કરોડ (330 મિલિયન) યૂઝર્સને પાસવર્ડ બદલવા માટે આગ્રહ કર્યો છે. માઇક્રો બ્લૉગિંગ સાઇટે ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું કે, ઇન્ટરનલ લૉગમાં એક બગ સામે આવ્યો છે, જેને રિપેર કરી દેવામાં આવ્યો છે. જોકે, પાસવર્ડ ચેન્જ કરવો જરૂરી છે.
ટ્વીટર તરફથી રજૂ કરાયેલા એક નિવેદમાં કહેવામાં આવ્યું છે કે, આના કારણે યૂઝર્સના ડેટા પર કોઇ પ્રભાવ નહીં પડે, ના કોઇપણ પ્રકારની સુરક્ષાને અસર થશે.
પોતાના નિવેદનમાં ટ્વીટરે કહ્યું કે, 'તાજેતરમાં જ અમે એક બગ મેળવ્યો છે, બગને રિપેર કરી દેવામાં આવ્યો છે, અને કોઇપણ પ્રકારના ડેટામાં છેડા થયા નથી.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -