✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વોટ્સએપ શરૂ કરી વિડીયો કોલીંગની સુવિધા, જાણો કેવી રીતે થશે કોલ અને કોને મળશે આ અપડેટ વર્ઝન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Oct 2016 12:39 PM (IST)
1

વોટ્સએપએ પોતાના યુઝર્સ માટે એક નવો કેમેરા ફિચર પોતાની એપમાં જોડયો છે જેને કારણે હવે તેઓ પોતાનો ફોટો કે વિડીયો પર લખી શકે છે અને તેમાં ઇમોજી પણ જોડી શકે છે એટલે કે હવે કોઇપણ યુઝર્સ નવા વર્ઝનમાં ફોટો અને વિડીયોને કસ્ટમાઇજ કરી શકે છે. તેથી આ નવા ફિચરના પ્રયોગથી યુઝર્સ ફોટો અને વિડીયોમાં ગમે તે લખી શકે છે અને ફોટો કે વિડીયોમાં ઇમોજીનો ઉપયોગ કરી પોતાની ફિલીંગ રજુ કરી શકે છે. આ બધુ કરવુ ઘણુ સરળ હશે.

2

કોલબેક કરવા માટે તમારે એ મેન્યુ પર કલીક કરવુ પડશે. અત્યાર સુધી એ નથી જણાવાયુ કે આ ફિચર એન્ડ્રોઇડ અને આઇઓએસ ઉપર કયારે આવશે. જો કે જયારે આ અપડેટ વિન્ડોઝ ફોનમાં આવી ગયુ છે તો એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર પણ જલ્દી પહોંચવાની ઉમ્મીદ છે.

3

વિડીયો કોલ કરવા માટે યુઝર્સે માત્ર કોલ બટન દબાવવાનુ રહેશે અને ફરી વોઇસ અને વિડીયો વિકલ્પમાંથી એકને પસંદ કરવાનુ રહેશે. તેમાં યુઝર્સે ફ્રન્ટ કેમેરાથી રિઅર કેમેરા કોલ મ્યુટ કરવાનો વિકલ્પ અપાયો છે. આ સિવાય યુઝર્સને મીસકોલ આવવા પર નોટીફીકેશન મોકલવામાં આવશે.

4

નવી દિલ્હી: વોટ્સએપે પોતાના યુઝર્સ માટે વિડીયો કોલીંગ ફિચરની શરૂઆત કરી છે. જો કે અત્યારે આ અપડેટ એન્ડ્રોઈડ અને આઈઓએસના યુઝર્સ માટે ઉપલબ્ધ નથી માત્ર વિન્ડોઝ ફોન યુઝર્સ માટે ઉપલબ્ધ છે. અનેક રિપોર્ટ મુજબ આ ફિચર વોટ્સએપ બીટા વી-ર-૧૬.ર૬૦ના અપડેટમાં પહેલેથી ઇનેબલ થઇને આવી રહ્યો છે.

  • હોમ
  • ગેજેટ
  • વોટ્સએપ શરૂ કરી વિડીયો કોલીંગની સુવિધા, જાણો કેવી રીતે થશે કોલ અને કોને મળશે આ અપડેટ વર્ઝન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.