Facebook પર સિક્યૂરિટી ચેક માટે વાયરલ થયું BFF, જાણો શું છે તેની પાછળનું સત્ય
BFFનું રહસ્યઃ- દાવો કરવામાં આવે છે કે BFF ટાઇપ કરતા તમે ચેક કરી શકો છો કે તમારુ ફેસબુક એકાઉન્ટ સેફ છે કે નહીં. આને લખ્યા પછી જો તમારો લેટર ગ્રીન થઇ જાય તો તેનો અર્થ છે કે તમારું એકાઉન્ટ સેફ અને ના થાય તો તમારો ફેસબુક ડેટા ખતરમાં છે.
જેવી રીતે તમે Best Wishes, Congratulations,You Got This લખો છો તેવું આ પણ ફિચર છે. આનાથી સ્પષ્ટ થાય છે કે BFF લખવાથી લેટરનું ગ્રીન હોવું સેફ્ટીની નિશાની નથી. જેથી કોઇએ આ છેતરપિંડીમાં ના પડવું જોઇએ.
નવી દિલ્હીઃ આજકાલ સોશ્યલ મીડિયા ફેસબુક પર કેટલીય એવી પૉસ્ટ વાયરલ થઇ રહી છે જેમાં જુદાજુદા દાવાઓ કરવામાં આવી રહ્યાં હોય છે. હવે BFF વાયરલ થઇ રહ્યું છે, BFF ટાઇપ કરી સિક્યૂરિટી ચેક કરવાનો દાવો કેટલો સાચો છે તેની અમે સત્યતા ચકાસી છે.
આ છે BFFનો અર્થઃ- ખરેખર, આ ફેસબુક તરફથી આપવામાં આવેલું Text Delight નું ફિચર છે. જેનો અર્થ થાય છે (BFF) Best Friends Forever. આને ટાઇપ કરવાથી હાઇફાઇ કરતા બે હાથ દેખાય છે.
અમે પણ ટેસ્ટિંગ માટે કૉમેન્ટ બૉક્સમા જઇને BFF લખ્યું તો આ લેટર ગ્રીન કલરમાં ફેરવાઇ ગયો અને ક્લેપિંગ કરતા હાથ પણ દેખાયા. પણ આનો અર્થ એ નથી કે તમારુ ફેસબુક એકાઉન્ટ સેફ છે કે નથી.