કોની-કોની પાસે છે તમારે facebook ડેટા, આ રીતે જાણો
HTML ફાઈલ ‘જાહેરાત વિષય’ સાથે શરૂ થાય છે- જે મુખ્યરૂપે તમારા facebook પેજ પર જાહેરાત આપવા માટે ઉપયોગ કરાતો કીવર્ડ છે. facebookના શબ્દોમાં કહીએ તો, તમારી ટાઈમલાઈન પર તમારા દ્વારા લાઈક કરાયેલા, અથવા ઈન્ટ્રસ્ટવાળી વસ્તુની જાહેરાત આવશે. આ બાદ આગળની ફાઈલમાં એડ હિસ્ટ્રી મળશે. તેમાં તે બધી એડ હશે જેના પર તમે facebook યુઝ કરતા દરમિયાન ક્લિક કર્યું હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ Facebookના ડેટા લીક ચોરી થયા બાદ સતત facebookની ટીકા થઈ રહી છે. હાલમાં જ થયેલ સ્કેમમાં facebook અને રાજનીતિક કેમ્બ્રિજ એનાલિટિકા સામેલ છે, જેણે કથિત રીતે 2014માં 5 કરોડથી વધારે facebook યૂઝર્સનો ડેટા કથિત રીતે મેળવ્યો અને તેનો ઉપયોગ અનેક દેશમાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કર્યો. હવે મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે, કેવી રીતે તમે તમારા facebook ડેટાને સુરક્ષિત રાખો અને કેવી રીતે જાણશો કે તમારા ડેટાનો કોણ કોણ ઉપયોગ કરી રહ્યું છે. આગળ વાંચો તમારા ડેટાનો ઉપયોગ કોણ કોણ કરી રહ્યું છે.....
આ બાદ facebook તરફથી તમને ઈ-મેઈલ એક લિંક આવશે. આ લિંક દ્વારા તમે જિપ ફાઈલ ડાઉનલોડ કરી શકો છે. આ જિપ ફાઈલમાં તમારા વિશેની બધી જ જાણકારી હશે, તમે જ્યારથી facebookનો ઉપયોગ શરુ કર્યો ત્યારથી અત્યાર સુધીનો. તેમાં તમારા પ્રોફાઈલમાં આવનારી બધી જ જાહેરાતની જાણકારી આપેલી હશે. કદાચ તમારો આ ડેટા facebook દ્વારા એડ કંપનીઓને આપવામાં આવ્યો હશે. નામ ‘Advertisers with your contact info’ સાથે લખેલું હોય છે.
સૌથી પહેલા તમારા facebook એકાઉન્ટમાં લોગિન કરો. આ બાદ Quick Help (?) ઓપ્શનની બાજુમાં એક એરો દેખાશે. આ નિશાન પર ક્લિક કર્યા બાદ નવા ઓપ્શન ખુલશે. અહીંયા નીચે સેટિંગ્સનું ઓપ્શન આવશે. તેના પર ક્લિક કરો. તેના પર ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે. આ પેજમાં સૌથી છેલ્લે નાના અક્ષરોમાં – Download a Copy of your facebook data લખેલું હશે. તેના પર ક્લિક કરો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -