WhatsApp પર પણ શેર કરી શકાશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી, જાણો શું હશે નવા ફીચરમાં
નવી દિલ્હીઃ ફેસબુકે હાલમાં જ એક એવી ટેસ્ટ શરૂ કરી છે જેમાં યૂઝર્સ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને સીધા જ વોટ્સએપ સ્ટેટસ તરીકે પોસ્ટ કરી શકશે. આ નવી ફીચરથી યૂઝર્સ વ્હોટ્સએપ પર સજાવટી તસવીર, વીડિયો અને જીઆઈએફ તરીકે સ્ટેટસ પોસ્ટ કરી શકશે જે 24 કલાક બાદ આપો આપ હટી જશે.
ટેકક્રંચના એક અહેવાલ અનુસાર, whatsapp સ્ટેટસ તરીકે પોસ્ટ કરવામાં આવેલી instagram સ્ટોરી પણ અન્ય whatsapp મેસેજની જેમ ઈનક્રિપ્ટેડ હશે. facebookના એક અધિકારીએ કહ્યું કે, અમે instagram પર હંમેશા યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ સારા બનાવવા માટે કામ કરીએ છીએ અને તમારી દરેક પળને શેર કરવામાં સરળ બનાવીએ છીએ.
તમને જણાવી દઈએ કે, facebookના સીઈઓ માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી હતી કે, instagram સ્ટોરી અને whatsapp સ્ટેટસને દરરોજ 30 કરોડ યૂઝર્સ ઉપયોગ કરે છે. તેની હરીફ એપ સ્નેપચેટના યૂઝર્સ લગભગ 17 કરોડ છે.
જો કે, facebook એવુ ફીચર લોન્ચ કર્યું છે જેમાં યૂઝર્સ પોતાની instagram સ્ટોરીને સીધી facebook પર શેર કરી શકે છે. instagram સ્ટોરીને facebook સ્ટોરી પર સિન્ડિકેટ કરવાનું ઓપ્શન અત્યારે માત્ર યૂએસ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે અને જલ્દી તેને સમગ્ર વિશ્વમાં બધા યૂઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.