માત્ર 101 રૂપિયામાં ઘરે લઈ આવો VIVOનાં આ શાનદાર સ્માર્ટફોન, જાણો શું છે ઓફર
નવી દિલ્હીઃ જો તમે નવો વીવો સ્માર્ટપોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. વીવી ઇન્ડિયાએ એક્સક્લૂસિવ ઓફર લોન્ચ કરી છે. વીવોની આ ઓફર ઓફલાઈન ખરીદનારાઓ માટે છે. કંપનીએ આ ઓફરને 'New Phone New You' નામ આપ્યું છે. આ ઓફર અંતર્ગત નવો વીવો ફોન માત્ર 101 રૂપિયાના ડાઉનપેમેન્ટમાં ખરીદી શકો છો. બાદમાં બાકીની કિંમત છ મહિનાનાં હપ્તામાં આપવાની રહેશે.
આ ઓફર 20 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી 2019 સુધી ચાલશે. આ ઓફરનો લાભ આપને Vivo NEX, Vivo V11 Pro, Vivo V11, Vivo Y95, Vivo Y83 Pro, અનેVivo Y81 (4GB) સ્માર્ટ ફોન પર ઉઠાવી શકો છો.
તે બાદ આપ છ મહિનાનાં ઇન્સ્ટોલમેન્ટમાં વિવો ફોનને બજાજ ફાઇનાન્સ, HDFC, HDB અને કેપિટલ ફર્સ્ટની પાર્ટનરશિપ હોવાથી લઇ શકો છો આ ઉપરાંત HDFCનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પણ ખરીદી શકો છો. તેના ઉપર તમને વધારાનું 5% ડિસ્કાઉન્ટ મળશે.
જો આપ આ ઓફરનો લાભ ઉઠાવવા માગો તો આ માટે આપે સૌથી પહેલાં વીવોનાં નજીકનાં ઓથોરાઇઝ્ડ રિટેલ આઉટલેટ પર જવાનું રહેશે ત્યાં ફક્ત 101 રૂપિયા ભરીને આપ આપનો પસંદીદા સ્માર્ટફોન ઘરે લઇ જઇ શકો છો.