Vivo V5 Plusનું સ્પેશિયલ IPL Limited Edition મોડલ લોન્ચ
Vivo V5 Plusમાં 16 મેગાપિક્સલ બેક કેમેરો લાગેલ છે, જેની સાથે એલઈડી ફ્લેશ આપવામાં આવી છે. હોમ બટન પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. આ સ્માર્ટપોન 5.5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 1080 x 1920 પિક્સલ્સ છે. તેમાં 2.0GHz ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસરની સાથે 4GB રેમ લાગેલ છે. ઇન્ટરનલ સ્ટોરેજ 64 જીબી છે, જેને વધારી નથી શકાતી.
તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, ડ્યૂઅલ ફ્રન્ટ કેમેરા સેટઅપ. તેમાં એક 20 મેગાપિક્સલ કેમેરા છે જેમાં Sony IMX376 1/2.78-ઇંચ સેન્સર લાગલે છે. અપર્ચર f/2.0 અને 5પી લેન્સ સિસ્ટમ પણ લાગેલ છે. સાથે જ એક 8 મેગાપિક્સલ કેમેરા છે જે ડેપ્થ ઓફ ફીલ્ડ ઇન્ફોર્મેશન કેપ્ચર કરે છે.
આ મેટ બ્લેક કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની બેક પેનલ પર આઈપીએલનો લોગો લાગેલ છે. અન્ય સ્પેસિફિકેશન્સ રેગ્યુલર ફોન જેવા જ છે. સેલ્ફી ફોક્સ્ડ Vivo V5 Plusમાં એન્ડ્રોઈડ 6.0 માર્શમૈલો પર આધારિત Funtouch OS 3.0 સાથે આવશે.
Vivo V5 Plus સ્માર્ટફોનને કંપનીએ ભારતમાં જાન્યુઆરીમાં લોન્ચ કર્યો હતો. હાલમાં તેની કિંમત 27980 રૂપિયા છે. ફેબ્રુઆરીથી આ ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ માટે ઉપલબ્ધ થયો હો. રેગ્યુલર Vivo V5 Plus થી Vivo V5 Plus આઈપીએલ એડિશન થોડો અલગ છે.
નવી દિલ્હીઃ વીવીઓ પોતાનો સ્માર્ટફોન Vivo V5 Plusનું સ્પેશિયલ આઈપીએલ લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કર્યું છે. કંપનીએ આઈપીએલની ઓપનિંગ સેરિમની અને પ્રથમ મેચના એક દિવસ પહેલા મંગળવારે તેને લોન્ચ કર્યો. આ ફોન 10 એપ્રિલથી ફ્લિપકાર્ટ અને અન્ય રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. તેની કિંમતની જાહેરાત પણ તે સમયે જ કરવામાં આવશે.