દમદાર કેમેરા સાથે Vivo V9 ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Vivo V9માં 64 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ છે, જે 256 જીબી સુધી વધારી શકાશે. સ્માર્ટફોનમાં FM રેડિયો, 4G VOLT, ડ્યુઅલ બેંડ વાઈફાઈ, બ્લૂટૂથ, GPS, માઈક્રો USB OTG સપોર્ટ સાથે છે. ફોનમાં 3260 MAHની બેટરી છે. ફોનમાં ફિંગરપ્રિંટ સેંસર પણ છે. ફોનનું વજન 150 ગ્રામ છે. Vivo V9ની લિસ્ટિંગથી જાણી શકાય છે કે ફોનમાં કેરાઓકે મોડ પણ છે.
Vivo V9ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો હેંડસેટ 6.3 ઈંચનો ફુલ HD+ IPS ડિસ્પ્લે છે. 19:9 આસ્પેક્ટ રેશિયો વાળી સ્ક્રીન છે. ફોન એંડ્રોઈડ 8.1 ઓરિયો પર ચાલે છે. જેના પર ફનટચ 4.0 સ્કીન છે. ફોનમાં 8 કોરનું ક્કૉલકૉમ સ્નેપડ્રેગન 626 પ્રોસેસર અને 4 જીબી રેમ છે.
સ્માર્ટફોનમાં રિયર કેમેરા ડ્યુઅલ વર્ટિકલ છે. જેમાં 16 અને 5 મેગાપિક્સલના સેંસર છે. રિયર કેમેરામાં એઆઈ ટેક્નીક નથી. જુદા-જુદા રિઝલ્ટ માટે આમાં HD મોડ પણ આપવામાં આવ્યો છે. ફ્રંટમાં 24 મેગાપિક્સલનું કેમેરા સેંસર છે. જે પોટ્રેડ મોડ, એઆર સ્ટીકર અને ફેસ બ્યૂટી સાથે છે. આ સેલ્ફીના અનુભવને વધુ સારો બનાવવા માટે છે.
Vivo V9ની ભારતમાં કિંમત 22,990 રૂપિયા રાખવામાં આવી છે. હેન્ડસેટનું માત્ર એક જ વેરિયન્ટ હશે - 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ. ફોનને શેમ્પેન ગોલ્ડ, પર્લ બ્લેક અને સેફાયર બ્લૂ રંગમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Vivo V9 સ્માર્ટ ફોન માટે પ્રી-ઓર્ડર બુકિંગ અમેઝોન ઈંડિયા ફ્લિપકાર્ટ પર 23 માર્ચથી બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ ગયું છે.
નવી દિલ્હીઃ ભારતમાં વીવો વી9 લોન્ચ કરવામાં આવ્યો છે. શુક્રવારે મુંબઈમાં આયોજિત એક ઈવેન્ટમાં ચીનની સ્માર્ટફો નિર્માતા કંપની વીવોએ પોતાનો વીવો વી9 હેન્ડસેટ લોન્ચ કર્યો છે. યાદ રહે કે ગુરુવારે જ આ સ્માર્ટફોન થાઈલેન્ડ અને ફિલિપિન્સમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ ફીચર આ ફોનનું એ છે કે તેમાં તમને આઈફોન એક્સ જેવું ‘નોચ’ મળશે અને આ જ નોચમાં 24 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હશે.