આ કંપની લાવી રહી છે 10 GB રેમ અને 512 GB સ્ટોરેજવાળો સ્માર્ટફોન
આ ઉપરાંત સ્માર્ટફોન ફેસ અનલોક 2.0થી સજ્જ છે. જેમાં બેટરી 4000mAh તેમજ આઉટ ઓફ ધ બોક્સ લેટેસ્ટ એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર ચાલશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપની આ ફોનને MWCમાં લોન્ચ કરી શકે છે.
કેમેરા સેક્શનની વાત કરીએ તો Vivoના આ કથિત ફ્લેગશિપ સ્માર્ટપોનમાં બે સોની Exmor R5 સેંસર આપવામાં આવશે અને 4x ઓપ્ટિકલ ઝૂમ કેપેબિલિટી પણ હશે. રિયરમાં LED ફ્લેશ સાથે ડ્યુલ કેમેરા સેટઅપ આપવામાં આવશે. આ સાથે ફિંગરપ્રિન્ટ સેંસર પણ મળશે.
લીક થયેલ માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 ચિપસેટ આપવામાં આવી શકે છે. સાથે 10 GB રેમ અને 512 GB ઈન્ટરનલ મેમરી આપી શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે Xplay 7માં 4K OLED ડિસ્પ્લે અને આ સ્ક્રીનમાં અલ્ટ્રા થીન બેઝલ્સ સાથે ફુલ સ્ક્રીન ડિસ્પલે ડિઝાઈન આપાવમાં આવી શકે છે.
નવી દિલ્હીઃ ભારે ભરખમ સ્ટોરેજ અને ફાસ્ટ પ્રોસેસિંગ સ્પીડ જેને જોઈએ છે તેમના માટે વીવો ટૂંકમાં જ નવો સ્માર્ટફોન એક્સપ્લે7 લોન્ચ કરી શકે છે. એવી અફવા છે કે વીવી એક્સ્પ્લે7 વિશ્વનો એવો પ્રથમ સ્માર્ટફોન હશે જેમાં તમને 10 જીબી રેમ મળશે. લીક થયેલી માહિતી મુજબ સ્માર્ટફોન આ વર્ષનો સૌથી આકર્ષક સ્માર્ટફોન હોઈ શકે છે. હાલમાં આ શ્રેણીમાં વનપ્લસ 5ટી સૌથી આગળ છે.