Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
વોડાફોન-Flipkart સાથે મળીને આપી રહ્યા છે 999 રૂપિયામાં 4G સ્માર્ટફોન, જાણો શું છે ઓફર
અલબત્ત, વોડાફોન માત્ર કેશબેક ઑફર જ આપી રહ્યું છે, તો બીજી તરફ ફ્લિપકાર્ટ તરફથી 4G સ્માર્ટફોનનો પાર્ટ સંભાળવામાં આવશે. અત્યારે ફ્લિપકાર્ટના 28 સ્માર્ટફોન્સને વોડાફોનની કેશબેક ઑફર અંતર્ગત લિસ્ટ કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કેશબેક ગ્રાહકોના વોડાફોન M-Pesa વૉલેટમાં ક્રેડિટ કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે, આ કેશબેક દ્વારા ગ્રાહકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે. આ કંઈક એ પ્રકારની ઑફર છે જે થોડા મહિના પહેલા વોડાફોન, એરટેલ અને બાકીની ટેલિકૉમ કંપનીઓ દ્વારા આપવામાં આવી હતી.
આ ઑફરનો ફાયદો ઉઠાવવા માટે ગ્રાહકોએ 36 મહિના સુધી પ્રતિ મહિને ઓછામાં ઓછું 150 રૂપિયાનું કરાવવું પડશે. 18 મહિના પૂર્ણ થયા ગ્રાહકોને 900 રૂપિયા કેશબેક મળશે જ્યારે બીજા 18 મહિના પૂરા થયા બાદ 1100 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે, આમ હકોને કુલ 2000 રૂપિયા કેશબેક રૂપે આપવામાં આવશે.
જે પણ જૂના અને નવા વોડાફોન પ્રીપેઈડ ગ્રાહકો ફ્લિપકાર્ટ દ્વારા આ સ્માર્ટફોન્સ ખરીદશે તેમને આ ઑફરનો ફાયદો મળશે. આ ઑફર અંતર્ગત iVoomi Me4, Yu Yunique 2, iVoomi i1, Yu Yunique 2 Plus અને iVoomi i15 સ્માર્ટફોન્સ પર લાભ મળશે. આ ઉપરાંત Intex અને Xolo જેવી બ્રાન્ડ્ઝના સ્માર્ટફોન્સ પર પણ લોકોને ઑફરનો ફાયદો મળશે.
નવી દિલ્હીઃ મોબાઈલ નેટવર્ક કંપની વોડાફોને પણ જિઓને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. હવે કંપનીએ ફ્લિપકાર્ટનીસાથે ભાગીદારી કરીને માત્ર 999 રૂપિયામાં 4જી સ્માર્ટફોન આપવાની ઓફર આપી રહી છે. આ ઓફરનો લાભ વોડાફોનના તમામ નવા અને જૂના ગ્રાહકો લઈ શકે છે. ફ્લિપકાર્ટની #MyFirst4GSmartphone પહેલ અંતર્ગત સિલેક્ટેડ એન્ટ્રી લેવલ 4G સ્માર્ટફોન્સ પર કેશબેક ઑફર આપવાનું શરૂ કર્યું છે. આ સ્માર્ટફોન્સ 999 રૂપિયા સુધીની કિંમતમાં ઉપલબ્ધ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -