અફવાથી બચવા માટે WhatsAppએ લોકોને આપ્યા 10 સૂચનો
ઉલ્લેખનીય છે કે, અફવા ફેલાવાથી દેસભરમાં થયેલ મોબ લિંચિંગની ઘટનાઓ બાદ સરકાર હવે તેના પર નિયંત્રણ લગાવવાના પ્રયત્નમાં લાગી ગઈ છે. આ કારણે બાળક ચોર ગેંગ, ખોટા અહેવા અને નકલી વિડીયોના પ્રસાર પર નિયંત્રણ લાવવા માટે ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદ લેવાની યોજના બનાવવામાં આવી રહી છે. બાળક ચોરીની અઙવાને કારણે અત્યાર સુધીમાં અંદાજે એક ડઝન જેટલા લોકોની ટોળાએ હત્યા કરી નાખી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App5. મેસેજમાં આવેલ તસવીરને ધ્યાનથી જુઓ. 6. લિંકની પણ તપાસ કરો. 7. અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરો. 8. સમજી વિચારીને મેસેજને શેર કરો. 9. તમે જે જોવા માગો છો તેને નિયંત્રિત કરી શકો છો. 10. ખોટા અહેવાલ હંમેશા ફેલાય છે.
વ્હોટ્સએપે પોતાની જાહેર ખબરમાં આ 10 પોઈન્ટસ વિશે જણાવ્યું છે. 1. ફોરવર્ડ કરવામાં આવેલ મેસેજથી સાવધાન રહો. 2. એવી જાણકારી અને તથ્યો પર સવાલ ઉઠાવો જે તમને પરેશાન કરે છે. 3. એવી જાણકારીની તપાસ કરો જેના પર તમને શંકા હોય. 4. એવા મેસેજથી બચો જે થોડા અલગ જોવા મળતા હોય.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ દ્વારા ફેલાઈ રહેલ અફવાને રોકવા અને આ કારણે ટોળા દ્વારા થયેલ હત્યા અને મારની ઘટનાઓથી બધાને આઘાત લાગ્યો છે. ત્યાર બાદ મોદી સરકારે પણ વ્હોટ્સએપને આ મામલે પગલા લેવા કહ્યું હતું. હવે મંગળવારે વ્હોટ્સએપે અફવાને લોકવા માટે દિશા-નિર્દેશ જારી કર્યા છે, જેમાં તેણે લોકોને હ્યું કે, કેવી રીતે નકલી અહેવાલ અને અફવાઓથી બચી શકાય. વ્હોટ્સએપે મંગળવારે દેશના મુખ્ય સમાચારપત્રોમાં જાહેર ખબર આપીને 10 પોઈન્ટ્સમાં લોકોને તેના વિશે જણાવ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -